સની દેઓલ ભાજપમાં જોડાયા, ગુરદાસપુરથી લડી શકે છે ચૂંટણી

23 April, 2019 12:34 PM IST  | 

સની દેઓલ ભાજપમાં જોડાયા, ગુરદાસપુરથી લડી શકે છે ચૂંટણી

સની દેઓલ ભાજપમાં જોડાયા

હવે બોલીવુડ સ્ટાર સની દેઓલે પણ કેસરિયો ધારણ કરી લીધો છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણની હાજરીમાં સની દેઓલ ભાજપમાં જોડાઈ ગયા છે. આ પહેલા સની દેઓલની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથેનો ફોટો વાઈરલ થયો હતો. ત્યારથી જ સની દેઓલ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાતી હતી. શક્યતા છે કે સની દેઓલ ગુરદાસપુરથી લોકસભાની ચૂંટણી પણ લડી શકે છે.

ભાજપમાં જોડાયા બાદ પત્રકારો સાથે વાતચીત કરવા દરમિાયન સની દેઓલે કહ્યું કે,'પીએમ મોદીએ દેશ માટે ઘણું સારુ કામ કર્યું છે. તેમનાથી પ્રભાવિત થઈને જ હું ભાજપમાં સામેલ થયો છું.' ઉલ્લેખનીય છે કે ગુરદાસપુર સીટ પર હંમેશા કોંગ્રેસ અને શિરોમણી અકાલીદળ - ભાજપના ગઠબંધન વચ્ચે રહે છે. એટલે ગુરદાસપુરથી કોને ભાજપ ટિકિટ આપશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. વિનોદ ખન્નાના નિધન બાદ ખાલી થયેલી બેઠક પર કોંગ્રેસના પ્રદેશ પ્રધાન સુનીલ જાખડે આ સીટ પર જીત મેળવી હતી. આ વખતે પણ કોંગ્રેસે જાખડને જ ઉમેદવાર બનાવ્યા છે.

આ પણ વાંચોઃમારી ફિલ્મો સાથે હું કદી પણ સમાધાન નહીં કરું : સની દેઓલ

આ પહેલા બોલીવુડ એક્ટર અક્ષયકુમાર ગુરદાસપુરથી ચૂંટણી લડે તેવી શક્યતા હતી. અક્ષયકુમારના ટ્વિટ બાદ આ ચર્ચા શરૂ થઈ હતી. અક્ષયકુમારે ટ્વિટ કરીને કહ્યું હતું,'કશું એવું છે જે હજી સુધી નથી કર્યુ.. થોડો નર્વસ છું પરંતુ ઉત્સાહમાં પણ છું. અપડેટની રાહ જુઓ.' જો કે બાદમાં અક્ષયકુમારે ટ્વિટ કરીને કહ્યું હતું કે તેઓ ચૂંટણી નથી લડી રહ્યા.

Election 2019 sunny deol bharatiya janata party nirmala sitharaman