લોકસભામાં ચૂંટાયા પછી મતક્ષેત્રમાં પ્રૉક્સી નિમતા સની દેઓલની ટીકા

03 July, 2019 11:30 AM IST  |  નવી દિલ્હી

લોકસભામાં ચૂંટાયા પછી મતક્ષેત્રમાં પ્રૉક્સી નિમતા સની દેઓલની ટીકા

સની દેઓલ

લોકસભાની ગુરદાસપુર (પંજાબ)ની બેઠક પરથી ચૂંટાયા બાદ અભિનેતા સની દેઓલે મતવિસ્તાર પર જાતે ધ્યાન આપવાને બદલે પ્રતિનિધિ નિયુક્ત કર્યાના સમાચાર વહેતા થતાં ભારે ઊહાપોહ જાગ્યો હતો. પરંતુ સની દેઓલે વિવાદને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં જણાવ્યું હતું કે મેં મારા પ્રતિનિધિની નહીં, પણ અંગત મદદનીશની નિમણૂક કરી છે.

અગાઉ સની દેઓલે પોતાની ગેરહાજરીમાં ગુરદાસપુર મતક્ષેત્ર અને જિલ્લા સ્તરની વહીવટી બેઠકોમાં પ્રતિનિધિત્વ માટે મોહાલીના ગુરપ્રીતસિંહ પલહેડીની નિમણૂક કરી હોવાના સમાચાર ફેલાતાં વિવાદ થયો હતો. લોકસભાની ચૂંટણીમાં સની દેઓલના હરીફ કૉંગ્રેસી સુનીલ જાખડ ઉપરાંત બંધારણના નિષ્ણાત કે. ટી. એસ. તુલસીએ પણ એ મુદ્દે પ્રશ્નો ઊભા કર્યા હતા.

આ પણ વાંચો : કોઈનો પણ દીકરો હોય, પક્ષમાંથી બહાર કરો, આ પ્રકારનો વ્યવહાર સ્વીકાર્ય નથીઃ મોદી

સ્થાનિક જનતા તરફથી પણ વિવિધ સંસ્થાઓએ જણાવ્યું હતું કે ગુરદાસપુર મતક્ષેત્રના સંસદસભ્ય તરીકે સની દેઓલ ચૂંટાયા છે, ગુરપ્રીતસિંહ પલહેડી નહીં.

sunny deol national news