પૂર્વ CBI નિદેશક અશ્વની કુમારે આ કારણસર કર્યું સુસાઇડ, નોટમાં ખુલાસો

08 October, 2020 12:46 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

પૂર્વ CBI નિદેશક અશ્વની કુમારે આ કારણસર કર્યું સુસાઇડ, નોટમાં ખુલાસો

અશ્વની કુમાર

નાગાલૅન્ડ (Nagaland)ના પૂર્વ રાજ્યપાલ (Former Governor) અને પૂર્વ સીબીઆઇ ડિરેક્ટર (Former CBI Director) અને હિમાચલ પ્રદેશના પૂર્વ પોલીસ મહાનિદેશક રહી ચૂકેલા અશ્વની કુમારે બુધવારે ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી. પોલીસ સૂત્રો પ્રમાણે શિમલા સ્થિત બ્રાકહાસ્ટમાં તેમના નિવાસે પૂર્વ આઇપીએસ અધિકારી અશ્વની કુમાર (Former IPS Officer Ashwani Kumar)નો મૃતદેહ લટકેલો મળ્યો. તેમણે આ પગલું કેમ લીધું, તેની ચોક્કસ માહિતી હજી સામે આવી નથી. એસપી શિમલા મોહિત ચાવલાની આગેવાનીમાં મોડી રાતે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે.

જો કે, પોલીસને મળેલી સુસાઇડનોટમાં અશ્વની કુમારે બીમારીથી કંટાળીને સુસાઇડ કરવાની વાત લખી છે. તેમણે લખ્યું છે કે જીવનથી કંટાળીને આગામી યાત્રા માટે જઈ રહ્યો છું અને મૃત્યુ પછી તેમના અંગદાન કરી દેવામાં આવે. 70 વર્ષના અશ્વની કુમારનો જન્મ સિરમૌરના જિલ્લા મુખ્યાલય નાહનમાં થયો હતો. તે આઇપીએસ અધિકારી હતા અને સીબીઆઇ તેમજ એલીટ એસપીજીમાં વિભિન્ન પદો પર પણ રહ્યા.

ત્રણ વર્ષ સુધી સીબીઆઇ ડિરેક્ટર હતા. તેઓ CBIના પહેલા એવા પ્રમુખ રહ્યા, જેમને પછીથી રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેમને નાગાલેન્ડના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે 2014માં તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી તે શિમલામાં ખાનગી વિશ્વવિદ્યાલય એપીજીના વાઇસ ચાન્સેલર પણ રહ્યા.

પૂર્વ ડીજીપી આઇડી ભંડારીએ કહ્યું કે તેમની માટે તો અશ્વની કુમાર રોલ મૉડલ હતા. તે ખૂબ જ મહેનતી હતા. તે તેમના એસપી પણ રહી ચૂક્યા હતા તેમણે 1984ની આસપાસ તેમની પાસે જૉઇન કર્યું હતું. તે ઇમાનદાર અને કર્મઠ માનવી હતી. આ ખૂબ જ દુઃખદ વાત છે. તેમની માટે આઘાત જેવી છે. પૂર્વ ડીજીપી ડીએસ મન્હાસે પણ તેમના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

nagaland national news