આત્મહત્યાનો પ્રયાસ હવે ગુન્હો નહી ગણાય,દૂર થશે કલમ 309

10 December, 2014 10:54 AM IST  | 

આત્મહત્યાનો પ્રયાસ હવે ગુન્હો નહી ગણાય,દૂર થશે કલમ 309



નવી દિલ્હી,તા.10 ડિસેમ્બર


સૂત્રો અનુસાર આ નિર્ણયમાં સંબંધીત જાણકારી આજે સંસદમાં રજૂ કરવામાં આવી હતી.ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 309 હેઠળ આત્મહત્યાનો પ્રયાસ કરવો તે અપરાધ બરાબર છે.ગૃહ મંત્રાલય તરફથી નિવેદન આવ્યુ છે કે આ કાયદાની કોઈ ઉપયોગીતા નથી રહી.ગૃહ મંત્રાલય અનુસાર 18 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ સંદર્ભમાં પોતાની સહમતી આપી છે.એવામાં ગૃહમંત્રાલયએ પણ કહ્યુ છે કે આઈપીસીની કલમ 309ને દૂર કરવામાં આવશે.

આ કલમમાં દંડ અને જેલ તથા બંનેની સજાની જોગવાઈ છે.સરકારે આ અંગે પહેલા જ પોતાનુ વલણ સાફ કરી દીધુ છે અને સંકેત આપ્યો છે કે આ ધારા કાનૂની રીતે રદ કરવામાં આવશે. આ ઉપરાંત ઘણી અન્ય આઈપીસી ધારાઓ હટાવવાનો ઉલ્લેખ પણ સરકાર કરી ચૂકી છે.