ગગનયાનના ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ

14 January, 2022 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)એ મિશન ગગનયાન તરફ વધુ એક પગલું ભર્યું છે. ઇસરોએ ગગનયાન કાર્યક્રમ માટેના ક્રાયોજેનિક એન્જિનની યોગ્યતા ચકાસવા માટે સફળ પરીક્ષણ કર્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

બૅન્ગલોર ઃ ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)એ મિશન ગગનયાન તરફ વધુ એક પગલું ભર્યું છે. ઇસરોએ ગગનયાન કાર્યક્રમ માટેના ક્રાયોજેનિક એન્જિનની યોગ્યતા ચકાસવા માટે સફળ પરીક્ષણ કર્યું હતું. તામિલનાડુના મહેન્દ્રગિરિ સ્થિત ઇસરોના પ્રોપલ્શન કૉમ્પ્લેક્સમાં ૭૨૦ સેકન્ડ્સના સમયગાળા માટે આ એન્જિનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઇસરો દ્વારા એક સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે ‘લાંબા સમયગાળાનું આ સફળ પરીક્ષણ સમાનવ અવકાશ કાર્યક્રમ ગગનયાન માટે એક મોટું માઇલસ્ટોન છે. એ ગગનયાન માટે માનવ-રેટેડ લૉન્ચ વેહિકલમાં સામેલ કરવા માટે ક્રાયોજેનિક એન્જિનની વિશ્વનીયતા અને મજબૂતી સુનિશ્ચિત કરે છે.’ વધુમાં ઇસરોએ જણાવ્યું હતું કે આ ઉપરાંત આ ક્રાયોજેનિક એન્જિને ૧૮૧૦ સેકન્ડ્સના કુલ સમયગાળા માટે વધુ ચાર પરીક્ષણમાંથી પસાર થવું પડશે.

national news