અણુ મિસાઇલ શૌર્યની સફળ ટેસ્ટ

04 October, 2020 11:08 AM IST  |  Balasore | Agencies

અણુ મિસાઇલ શૌર્યની સફળ ટેસ્ટ

અણુ મિસાઇલ શૌર્યની સફળ ટેસ્ટ

ગઈ કાલે ઓડિશાની બાલાસોર ટેસ્ટ રેન્જ ખાતે પરમાણુ શસ્ત્રના વહનની ક્ષમતા ધરાવતી હાઇપર સૉનિક શૌર્ય મિસાઇલનું કરવામાં આવેલું પરીક્ષણ સફળ રહ્યું હતું. ટેસ્ટ રેન્જથી ૧૦૦૦ કિલોમીટરની શૌર્ય મિસાઇલની સ્ટ્રાઇક રેન્જ અને ૨૦૦ કિલોથી ૧૦૦૦ કિલો પેલૉડ વહન કરવાની એની ક્ષમતા છે. ભારતની ભૂમિથી ભૂમિ પર પ્રહાર કરનારી K-15 મિસાઇલની હાઇપર સૉનિક આવૃત્તિ શૌર્ય મિસાઇલ છે. શૌર્ય મિસાઇલ પણ ભૂમિથી ભૂમિ પર પ્રહાર કરનારી છે.
ગઈ કાલે બપોરે ૧૨.૧૦ વાગ્યે એ.પી.જે. અબ્દુલ કલામ આઇલૅન્ડ પરની ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરના લૉન્ચ કૉમ્પ્લેક્સ-4 પર ગ્રાઉન્ડ લૉન્ચર જોડે બાંધીને ૧૦ મીટર લાંબી, ૭૪ સેન્ટિમીટર પહોળી અને ૬.૨ ટન વજન ધરાવતી મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્ટેટ ઑફ ધી આર્ટ મિસાઇલ એનું લાક્ષણિક મનૉવરિંગ કરીને બંગાળના ઉપસાગરના લક્ષ્ય પર પ્રહાર કર્યો હતો.

national news