અગ્નિ મિસાઇલનું ભારત દ્વારા સફળ પરીક્ષણ : ૫૦૦૦ કિલોમીટરની પહોંચ

28 October, 2021 12:23 PM IST  |  New Delhi | Agency

ગઈ કાલે સાંજે એપીજે અબ્દુલ કલામ દ્વીપમાં આ બૅલેસ્ટિક મિસાઇલને લૉન્ચ કરવામાં આવી હતી

ગઈ કાલે સાંજે એપીજે અબ્દુલ કલામ દ્વીપમાં આ બૅલેસ્ટિક મિસાઇલને લૉન્ચ કરવામાં આવી હતી

ભારતીય સેનાની તાકાતમાં વધારો થયો છે. જમીનથી જમીન પર હુમલો કરનારી બૅલેસ્ટિક મિસાઇલ અગ્નિ-૫નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલને એપીજે અબ્દુલ કલામ દ્વીપમાં લૉન્ચ કરવામાં આવી છે. આ મિસાઇલની રેન્જ ૫૦૦૦ કિલોમીટરની જણાવવામાં આવી રહી છે. આ મિસાઇલને ગઈ કાલે સાંજે ૭.૫૦ વાગ્યે લૉન્ચ કરવામાં આવી હતી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે એમની સ્પષ્ટ નીતિ રહી છે કે કોઈ પણ હથિયારનો પહેલો ઉપયોગ કરવામાં નહીં આવે. ભારત માત્ર પોતાની તાકાત વધારવા પર જોર આપી રહ્યું છે. અગ્નિ-પથી ચીન બેચેન છે. બન્ને દેશમાં એ વાતની ચર્ચા છે કે આની રેન્જ ખરેખર કેટલી છે. આ મિસાઇલના એ​ન્જિન પર ઘણું કામ કરવામાં આવ્યું હતું. 

national news