એસપીજી હટાવવાનો વિરોધ કરનારા કોર્ટમાં જઈ શકે છેઃ સ્વામી

21 November, 2019 12:19 PM IST  |  Mumbai

એસપીજી હટાવવાનો વિરોધ કરનારા કોર્ટમાં જઈ શકે છેઃ સ્વામી

સુબ્રહ્મણ્યમ સ્વામી

ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પાછી લઈ લેવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સમર્થન કરતાં બીજેપીના વરિષ્ઠ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ કૉન્ગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. સુબ્રહ્મણ્યમ સ્વામીએ જણાવ્યું કે સરકારના નિર્ણય પર મુશ્કેલી દર્શાવનાર કોર્ટમાં આને પડકાર આપી શકે છે. તેમણે કહ્યું કે યુપીએ ટર્મમાં કેટલાક નેતાઓની સુરક્ષા ઘટાડવામાં આવી હતી. સ્વામીએ રાજ્યસભામાં કહ્યું, હંમેશાંથી ગૃહ મંત્રાલય અંતર્ગત એક વિશેષ કમિટી હોય છે જે આ નિર્ણય લે છે અને જો આમાં કોઈને શંકા છે તો તે ક્યારેય પણ કોર્ટમાં જઈ શકે છે અને આને પડકાર આપી શકે છે. રાજ્યસભા સાંસદે કહ્યું કે ગાંધી પરિવારને જોખમ મુખ્ય રીતે લિબરેશન ટાઇગર ઑફ તમિલ ઇલમ (લિટ્ટે) દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવા પર પેદા થયું હતું અને હવે આ ખતમ થઈ ગયું છે. આ માટે તેમણે બે કારણોનો હવાલો આપ્યો છે.
તેમણે કહ્યું કે એક તો હવે લિટ્ટે જ નથી અને બીજું સુપ્રીમ કોર્ટ દ્વારા દોષી કરાર ઠેરવેલા લોકો પ્રત્યે સુરક્ષા પ્રાપ્ત લોકોનું આચરણ એવું કંઈ નથી.

subramanian swamy