બૅન્ગલોરમાં સ્ટુડન્ટ્સની સ્ટ્રીટફાઇટ

19 May, 2022 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરની એક પ્રતિષ્ઠિત સ્કૂલની વિદ્યાર્થિનીઓની રસ્તા પરની લડાઈની ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે.

બૅન્ગલોરમાં સ્ટુડન્ટ્સની સ્ટ્રીટફાઇટ


બૅન્ગલોર (આઇ.એ.એન.એસ): બૅન્ગલોરની એક પ્રતિષ્ઠિત સ્કૂલની વિદ્યાર્થિનીઓની રસ્તા પરની લડાઈની ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે. સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં વિદ્યાર્થિનીઓ બેઝબૉલનું બૅટ પકડીને લડતી, લાત મારતી તેમ જ એકબીજાના વાળ ખેંચતી દેખાઈ રહી છે. વિડિયોમાં બન્ને જૂથ વચ્ચે લાંબો સમય તૂતૂ-મૈંમૈં થઈ હતી. ત્યાર બાદ અચાનક એક જણ બેઝબૉલ બૅટ લઈને આગળ આવે છે તેમ જ તરત જ એમની વચ્ચે લડાઈ શરૂ થાય છે. લડાઈનું કારણ હજી જાણવા નથી મળ્યું તેમ જ આ મામલે કોઈ પોલીસ-ફરિયાદ પણ નહોતી થઈ. 

national news bangalore