12 વર્ષના વિદ્યાર્થીની સુસાઇડ નોટ: પરીક્ષામાં નકલ કરીને ભૂલ કરી, પણ એક તક તો...

23 September, 2022 07:41 PM IST  |  Lucknow | Gujarati Mid-day Online Correspondent

યશ ઘરે પહોંચ્યો. કંઈપણ કહ્યા વગર તે ઉપરના રૂમમાં ગયો અને સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

નકલ (Copy) કરવી એક ભૂલ થઈ શકે છે. પણ શું એટલી મોટી ભૂલ છે કે આ માટે કોઈને હેરાન કરવામાં આવે? ધોલાઈ અને તેનું વારંવાર અપમાન કરવામાં આવે? જો એવી ભૂલ થઈ ગઈ છે તો શું તેને બીજી તક ન આપવી જોઈએ? એવા અનેક પ્રશ્નોને સમજાવવા માટે અને બધાને સબક શીખવવા માટે રાયબરેલીના સાતમા ધોરણના એક વિદ્યાર્થીને આપઘાત કરવો પડ્યો. પોતાની સુસાઇડ નોટમાં આ બધા પ્રશ્નો તેણે ઉઠાવ્યા છે. મિલ એરિયા થાણા ક્ષેત્રના સેંટ પીટર્સ સ્કૂલના વિદ્યાર્થી યશ સિંહ મૌર્યા (12)એ શિક્ષિકા તેમજ પ્રિન્સિપાલના કહેણથી કંટાળીને ગુરુવાર પંખાના હૂક પર દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ જીવ ગુમાવ્યો. ગુરુવારે બાયોલૉજીની પરીક્ષામાં શિક્ષિકાએ તેને નકલ કરતો પકડી પાડ્યો હતો. તેની ન માત્ર ધોલાઈ કરી પણ બધાની સામે અપમાનિત પણ કર્યો. પછી પ્રિન્સિપાલ પાસે લઈ ગયાં. તેમણે પણ આ છોકરાનું અપમાન કર્યું. યશ ઘરે પહોંચ્યો. કંઈપણ કહ્યા વગર તે ઉપરના રૂમમાં ગયો અને સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો.

પિતા રાજીવ મૌર્યા સહિત અન્ય પરિવારજનોએ આરોપ મૂક્યો કે યશ આ આઘાત સહી શક્યો નહીં. સીઓ સદર વંદના સિંહે જણાવ્યું કે રાજીવની ફરિયાદ પર પ્રિન્સિપાલ રજનાઈ ડિસૂઝા અને શિક્ષિકા મોનિકા માગો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

માહિતી પ્રમાણે, બછરાવાં કોતવાલી વિસ્તારના સેહગોં ગામના રહેવાસી યશ સિંહ મૌર્ય (12) જવાહર વિહાર કૉલોનીમાં પોતાના કાકા રાજકુમાર મૌર્યના ઘરે રહીને પાંચ વર્ષથી ભણી રહ્યો હતો. તે કૉલોની સ્થિત સેંટ પીટર્સ સ્કૂલમાં ધોરણ સાતનો વિદ્યાર્થી હતો. આ સમયે સ્કૂલમાં છમાસિક પરીક્ષાઓ ચાલતી હતી.

ગુરુવારે બાયોલૉજીનું પેપર હતું. પરીક્ષા આપતી વખતે યશ નકલ કરતા વિદ્યાલયની અધ્યાપિકાએ પકડી પાડ્યો. આરોપ છે કે શિક્ષિકાએ યશની આખા ક્લાસ સામે ધોલાઈ કરી અને તેનું અપમાન પણ કર્યું. ત્યાર બાદ યશને વિદ્યાલયના પ્રિન્સિપાલ પાસે લઈ ગયાં. ત્યાં પણ પ્રિન્સિપાલ અને અધ્યાપિકાએ યશ સાથે મારપીટ કરી અને તેનું અપમાન કર્યું.

આ વાતથી આહત યશે આપઘાત કરી લીધો. થોડીવારક પછી ઘટનાનો ખ્યાલ આવ્યો પરિવારજનોને આઘાત લાગ્યો. સૂચના પર પોલીસ પહોંચી ગઈ અને મૃતદેહ તાબે લીધો. ઘટના પર પિતા રાજીવ મૌર્યા ઉર્ફે રાજૂ મૌર્યા સહિત અન્ય પરિવારજનોએ ઊંડી નારાજગી વ્યક્ત કરી અને પ્રિન્સિપાલ, શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરી.

સાતમા ધોરણના વિદ્યાર્થીની સુસાઇડ નોટ... બધા માટે સબક
"મે પેપરમાં ચીટિંગ કરી. બાયોલૉજીના પેપરમાં. હું મરવા જાઉં છું. આ માટે અંકલ-આંટી, મમ્મી-પાપાને દોષ ન આપતા. ભૂલ કર્યા પછી કોઈને પણ એક તક ચોક્કસ આપવી જોઈએ, પણ આવું ન કરવામાં આવ્યું. હું મારી ભૂલ પર ઘણું રડ્યો. મને શરમ આવતી હતી. મારા સાથીદારો પણ શેમ-શેમ કહ્યું. હવે મારું મગજ મારા કાબૂમાં નથી. મને ખરાબ વિચાર આવી રહ્યા છે. હું મારા માતા-પિતા, સાથીદારો તેમજ શિક્ષકોની માફી માગું છું."

આ પણ વાંચો : હવે જલંધરની એક ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત, વિરોધમાં પ્રદર્શન

બધાનો લાડલો હતો યશ
યશના પિતા રાજીવ મૌર્યાએ કહ્યું કે સારું શિક્ષણ આપવા માટે બાળકને રાયબરેલીમાં પોતાનાથી દૂર કાકા પાસે રાખ્યો હતો. મને શું ખબર હતી કે મારો દીકરો અધ્યાપકોને કારણે હંમેશને માટે અમારાથી દૂર થઈ જશે. તે બધાનો લાડલો હતો. તે ઘરમાં સૌથી નાનો હતો. તેનો મોટો ભાઈ સુયશ મૌર્યા તેને ખૂબ જ પ્રેમ કરતો હતો. યશની મોતથી આખો પરિવાર આઘાતમાં છે.

national news Crime News