કેન્દ્રનું ફરમાન:લૉકડાઉનનો કડકાઈથી અમલ કરો, તમામ બૉર્ડર સંપૂર્ણ સીલ કરો

30 March, 2020 11:18 AM IST  |  Mumbai Desk | GNS

કેન્દ્રનું ફરમાન:લૉકડાઉનનો કડકાઈથી અમલ કરો, તમામ બૉર્ડર સંપૂર્ણ સીલ કરો

પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં લાગુ લૉકડાઉનના કારણે પ્રવાસી મજૂરોની વચ્ચે અનિશ્ચિતતાનો માહોલ છે. રાજધાની દિલ્હી જેવા મોટાં શહેરોને બાદ કરતાં મજૂર પોતાના વતન પરત જવા માગે છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યોને લૉકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરની આવન-જાવન રોકવા માટે રાજ્ય અને જિલ્લાઓની સરહદોને પ્રભાવી રીતે સીલ કરવા માટે કહ્યું છે.

મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકોની સાથે વિડિયો કૉન્ફરન્સ દરિમયાન કૅબિનેટ સચિવ રાજીવ ગૌબા અને કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તેમને સુનિશ્ચિત કરવા માટે કહ્યું કે શહેરોમાં કે હાસવે પર આવન-જાવન ન હોવી જોઈએ, કારણે કે લૉકડાઉન ચાલુ છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે દેશના કેટલાક હિસ્સાઓમાં પ્રવાસી કારીગરોની આવન-જાવન થઈ રહી છે.
નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે કે રાજ્યો અને જિલ્લાઓની બૉર્ડરોને પ્રભાવી રીતે સીલ કરવામાં આવે. રાજ્યોને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે શહેરોમાં કે હાઇવે પર લોકોની અવર-જવર ન હોવી જોઈએ. માત્ર સામાનને લઈ જવા માટેની મંજૂરી હોવી જોઈએ.

national news new delhi coronavirus covid19