વિધાનસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાજકીય ઘમસાણ

19 January, 2021 02:18 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

વિધાનસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાજકીય ઘમસાણ

કલકત્તાના ટોલિગંજ ટ્રામ ડેપોથી રાસબિહારી સુધી બીજેપી દ્વારા કાઢવામાં આવેલા રોડ-શોમાં ઊમટેલી ભીડ (તસવીર: પી.ટી.આઇ.)

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈ બીજેપી અને ટીએમસીએ અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી દીધું છે. બંગાળમાં પોતાનો પાયો મજબૂત કરવા માટે બીજેપી તમામ પ્રયાસ કરી રહી છે અને થોડા-થોડા દિવસોના અંતરે અહીં કેન્દ્રીય પ્રધાનો સાથેની રેલી યોજે છે. ગઈ કાલે બંગાળમાં કેન્દ્રીય પ્રધાન દેબાશ્રી ચૌધરી અને બંગાળ બીજેપી પ્રમુખ દિલીપ ઘોષ અને બીજેપી નેતા સુવેંદુ અધિકારી સાથે બીજેપીએ રૅલીનું આયોજન કર્યું હતું. આ રૅલીમાં ટીએમસીના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો, જે બાદ બીજેપી અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી.

national news west bengal bharatiya janata party trinamool congress