ઈલેક્ટ્રિક વાહનો પર મોદી સરકારનો મેગા પ્લાન પણ કેમ ડરે છે રાજ્ય સરકાર?

30 July, 2019 05:54 PM IST  | 

ઈલેક્ટ્રિક વાહનો પર મોદી સરકારનો મેગા પ્લાન પણ કેમ ડરે છે રાજ્ય સરકાર?

પ્રતીકાત્મક તસવીર

ઈલેક્ટ્રોનિક વાહનોને લઈને કેન્દ્ર સરકાર સજ્જ થઈ રહી છે, ત્યારે રાજ્ય સરકારો આ જ પ્લાનને લઈને ડરી રહી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે, ઈલેક્ટ્રોનિક ગાડીઓના આવવાના કારણે પેટ્રોલ-ડીઝલના ઉપયોગમાં ઘટાડો થશે અને તેમની આવકમાં પણ ઘટાડો થશે. રાજ્ય સરકારોનું કહેવું છે કે, પેટ્રોલ-ડીઝલના ઉપયોગમાં ઘટાડો થતા વેટ દ્વારા થતી આવકમાં ઘટાડો થશે. કેન્દ્ર સરકાર 2030 સુધીમાં દેશમાં રહેલી 30 ટકા પ્રાઈવેટ ગાડીઓ, 70 ટકા કમર્શિયલ ગાડીઓ, 40 ટકા બસો અને 80 ટકા ટૂ-વ્હીલર્સને ઈલેક્ટ્રિકમાં બદલવાનો ટાર્ગેટ બનાવી રહી છે. રાજ્ય સરકારો ચિંતામાં છે કે, પેટ્રોલિયમ પદાર્થો જીએસટીથી બહાર છે. ઈલેક્ટ્રિક વાહનોથી વેટમાંથી થતી આવકમાં ઘટાડો આવશે જેના કારણે રાજ્ય સરકારોને મોટું નુકસાન થશે.

રાજ્ય સરકારો ઈચ્છે છે કે, ઈલેક્ટ્રિક વાહનોના આવવાથી તેમની આવકમાં થતા ઘટાડાની ભરપાઈ કેન્દ્ર સરકાર કરે. આ પહેલા કેન્દ્ર સરકારે જીએસટી લાગુ કરતા સમયે કહ્યું હતું કે, રાજ્ય સરકારોને જીએસટીના કારણે આવકમાં જે ઘટાડો થયો તે કેન્દ્ર સરકાર ચૂકવશે. હવે ઈલેક્ટ્રિક વાહનોની નીતિથી ભયભીત રાજ્ય સરકારોનું કહેવું છે કે, GST મામલાની મર્યાદા બીજા 5 વર્ષ માટે લંબાવવામાં આવે. આ મર્યાદામાં વધારો થતા ઈલેક્ટ્રિક વાહનોના કારણે વેટની આવકમાં થતા ઘટાડામાં રાજ્ય સરકારોને મદદ મળી રહેશે.

આ પણ વાંચો: BSNLમાં આર્થિક સંકટ ! અધિકારીઓને ઈકોનોમી ક્લાસમાં ફરવા આદેશ

દેશમાં વધી રહેલા પ્રદૂષણ અને વાહનોના ઉપયોગના કારણે મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત 2030 સુધીમાં દેશના મહત્તમ વાહનોને ઈલેક્ટ્રીક સાધનો સાથે બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈલેક્ટ્રીક સાધનોને લઈને કંપનીઓ પણ કમર કસી રહી છે ત્યારે રાજ્ય સરકારો આવકમાં ઘટાડો થવાની બિકના કારણે ચિંતામાં છે.

gujarati mid-day