લડાઈના માહોલમાં લગ્ન

03 September, 2016 01:04 AM IST  | 

લડાઈના માહોલમાં લગ્ન


જસ્ટ મૅરિડ : ગઈ કાલે શ્રીનગરમાં પોતાના નિકાહ વખતે ઓવૈસ ગિલાની અને તેની પત્ની ફૈઝા.


કાશ્મીર ખીણમાં પાકિસ્તાનતરફી વિરોધ-પ્રદર્શનને કારણે અશાંતિ ફેલાયેલી છે ત્યારે રાજ્યના એક યુવાન પોલીસ-અધિકારીએ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની એક કન્યા સાથે લગ્ન કર્યા છે.

છેલ્લા લગભગ બે મહિનાથી કાશ્મીર ખીણમાં અશાંતિનું વાતાવરણ છે અને પોલીસ તોફાનીઓના રોષનો ભોગ બની રહી છે ત્યારે જમ્મુ-કાશ્મીર પોલીસના એક સબ-ઇન્સ્પેક્ટર ઓવૈસ ગિલાનીએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં રહેતી ફૈઝા ગિલાની સાથે શ્રીનગરની એક હોટેલમાં વિધિપૂર્વક નિકાહ પઢ્યા હતા. અશાંતિને ધ્યાનમાં લઈને આ સમારંભમાં ઓવૈસ ગિલાનીનાં નજીકનાં સગાંઓ અને દોસ્તો જ હાજર રહ્યાં હતાં. ઓવૈસ અને ફૈઝા ગિલાનીના પરિવારો એકમેકના સંબંધી છે, પણ પાર્ટિશન વખતે તેઓ અલગ થઈ ગયા હતા. ૨૦૧૪માં બન્ને પરિવારોનું પુનર્મિલન થયું હતું.