Unlock 4.0: મેટ્રો બાદ હજી 100 નવી ટ્રેનો દોડશે

01 September, 2020 05:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Unlock 4.0: મેટ્રો બાદ હજી 100 નવી ટ્રેનો દોડશે

પ્રતીકાત્મક તસવીર

અનલોક 4.0 (Unlock 4.0)માં કેન્દ્ર સરકારે મેટ્રોને મંજૂરી આપવા ઉપરાંત ઘણી છૂટછાટ આપી છે. ભારતીય રેલવે (Indian Railways) પણ ઘણી ટ્રેનો ચાલુ કરી શકે છે. તહેવારોની સીઝન નજીક હોવાથી 100 નવી ટ્રેન દોડાવવાની તૈયારી છે.

હાલમાં ફક્ત 230 સ્પેશલ ટ્રેન જ દોડે છે. પ્રવાસીઓની માગને ધ્યાનમાં લેતા રેલવે ટ્રેનોમાં વધારો કરી શકે છે. આ ટ્રેન ઈન્ટરસ્ટેટ અને ઈન્ટ્રાસ્ટેટ દોડશે. જોકે રેલવે મંત્રાલય હાલ ગૃહ મંત્રાલયની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.

રેલવેના સૂત્રોએ કહ્યું કે, પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થતી હોવાથી પ્રવાસીઓની માગ અને કોવિડ પરિસ્થિતિનું અવલોકન કરીને નવી ટ્રેનો દોડાવવાની વિચારણા કરવામાં આવશે. કેન્દ્ર સરકારે અનલોક 4 અંતર્ગત સપ્ટેમ્બરનાં બીજા અઠવાડિયાથી મેટ્રો રેલ શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ તહેવારની સીઝનને લીધે રેલવે હજી 100 ટ્રેનો દોડાવવા માગે છે.

મહામારીમાં રેલવે સર્વિસીસ બંધ હોવાથી ભારતીય રેલવેને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. એક રિપોર્ટ મુજબ આ વર્ષના માર્ચ મહિનામાં 1.78 કરોડથી પણ વધુ ટિકીટ કેન્સલ થઈ છે, જેથી રેલવેએ રૂ.2,727 કરોડ પાછા આપવા પડ્યા હતા.

indian railways festivals