બાળકો સાથે મુસાફરી કરતી માતાઓ માટે હવે ટ્રેનમાં ખાસ ‘બેબી-બર્થ’

11 May, 2022 09:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય રેલવેના ઉત્તર રેલવે ઝોને ટ્રેનના મુસાફરોની સુવિધા માટે વધુ એક પગલું ઉઠાવ્યું છે.

લખનઉ મેઇલના કોચ નંબર ૧૯૪૧૨૯/બી૪ના બર્થ નંબર ૧૨ અને ૬૦માં આ રીતે બેબી-બર્થ લગાવવામાં આવ્યો છે.

નવી દિલ્હી ઃ ભારતીય રેલવેના ઉત્તર રેલવે ઝોને ટ્રેનના મુસાફરોની સુવિધા માટે વધુ એક પગલું ઉઠાવ્યું છે. ઉત્તર રેલવે ઝોનના લખનઉ ડિવિઝને બાળકોની સાથે મુસાફરી કરતા લોકોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરી છે. રેલવેએ લોઅર બર્થમાં એક્સ્ટ્રા નાનો બર્થ જોડ્યો છે, જેને બેબી-બર્થ કહેવામાં આવ્યો છે. આ બેબી-બર્થ નાનાં બાળકો માટે છે.  
આ બર્થ બાળકોની સાથે મુસાફરી કરી રહેલાં મહિલા પૅસેન્જર્સ માટે લાભકારક પુરવાર થશે. તેઓ તેમની સાથે ટ્રાવેલ કરી રહેલાં બાળકોને આ એક્સ્ટ્રા બર્થમાં મૂકી શકે છે. આ બર્થમાં સ્ટોપર પણ લગાવાયું છે, જેથી નાનું બાળક બર્થમાંથી પડી ન જાય. 
લખનઉ મેઇલના કોચ નંબર ૧૯૪૧૨૯/બી૪ના બર્થ નંબર ૧૨ અને ૬૦માં આ બેબી-બર્થ લગાવવામાં આવ્યો છે, જે ફોલ્ડેબલ છે. 
રેલવેએ ટ્રાયલ ધોરણે એક કમ્પાર્ટમેન્ટમાં આ સ્પેશ્યલ બર્થ લગાવ્યો છે અને એના માટે મુસાફરોના ફીડબૅકની રાહ જોવામાં આવી રહી છે.

national news