સદનમાં હંગામા પર સ્પીકરને આવ્યો ગુસ્સો, રોજ કોઈને ઉઠાવીને બહાર ફેંકીએ?

08 February, 2019 06:16 PM IST  | 

સદનમાં હંગામા પર સ્પીકરને આવ્યો ગુસ્સો, રોજ કોઈને ઉઠાવીને બહાર ફેંકીએ?

સાંસદો પર ગુસ્સે થયા તાઈ(તસવીર સૌજન્યઃ PTI)

લોકસભામાં શુક્રવારે રાફેલ ડીલને લઈને ખુબ જ હંગામો થયો. આ દરમિયાન વિભિન્ન મુદ્દાઓ પર બોલી રહેલા સાંસદો પાસે જઈને ખલેલ પહોંચાડી રહેલા સભ્યો પર સુમિત્રા મહાજન ભડકી ગયા. સુમિત્રા મહાજને નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આવું કૃત્ય પ્રજાતંત્રનું ગળું દબાવવા બરાબરનું છે. જન પ્રતિનિધિઓએ સમજવું જોઈએ, જો અહીં નહીં સમજે તો પણ લોકો સમજાવી દેશે.

વચગાળાના બજેટ પર ચર્ચા દરમિયાન લોકસભામાં કોંગ્રેસના સાંસદોની નારેબાજી ચાલુ રહી. બીજૂ જનતા દળના સભ્ય તથાગત સત્પથી જ્યારે ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસના ગૌરવ ગોગોઈ તેમની પાસે જઈને નારેબાજી કરવા લાગ્યા અને અખબારના કટિંગ બતાવવા લાગ્યા. તેના પર સ્પીકરને ગુસ્સો આવ્યો અને તેમણે ગૌરવ ગોગોઈનું નામ લઈને આવું ન કરવા કહ્યું.

બીજેડીએ કર્યો વિરોધ
સથપતિનું ભાષણ ખતમ થયા બાદ સદન બીજેડીના નેતા ભર્તૃહરિ મહતાબે કહ્યું કે કોંગ્રેસના સભ્યોનું કોઈ બીજા દળના સભ્યના ભાષણ દરમિયાન નારેબાજી કરવાનું સરળ છે અને સમજાય તેવું છે. પરંતુ પોતાની વાત રાખનારા સભ્યો પાસે આવીને કાગળ લહેરાવવો અને તેમના ભાષણમાં ખલેલ પાડવી ખોટી વાત છે અને તેની નિંદા થવી જોઈએ.

આ પહેલા ગોગોઈ સામે નારાજગી વ્યક્ત કરતા સ્પીકરે કહ્યું હતું કે તેમણે મર્યાદામાં રહેવું જોઈએ. બીજેડી સભ્યની ચિંતા પર લોકસભાના અધ્યક્ષ મહાજને કહ્યું કે આ ખોટું થયું અને એવું ન થવું જોઈએ.

આ પણ વાંચોઃ રાફેલ ડીલઃ નિર્મલા સીતારમનની સ્પષ્ટતા, કહ્યું,'છાપાના સમાચાર જૂઠ્ઠા'

લોકતંત્રની થઈ રહી છે હત્યા
સ્પીકરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, 'આપણે પોતે પ્રજાતંત્રનું ગળું દબાવી રહ્યા છે. સંસદમાં કોઈને ન બોલવા દેવાનો જનપ્રતિનિધિઓનો વ્યવહાર નિંદનીય છે. આ કૃત્ય પ્રજાતંત્રના ઘોર વિરોધી હોવાના પુરાવા સમાન છે'. સ્પીકેર એમ પણ કહ્યું કે રાફેલ મામલે પર બે વાર ચર્ચા થઈ ચુકી છે. વડાપ્રધાન અને રક્ષામંત્રી પોતાની વાત રાખી ચુક્યા છે. તો પણ તમે હંગામો કરીને જનતાના પ્રતિનિધિનો અધિકાર છીનવી રહ્યા છો. આ ખુબ જ બેજવાબદારીભર્યું છે.

Budget 2019 sumitra mahajan