કમલને મળી ખુશ્બુ : સાઉથની હિરોઈને કૉન્ગ્રેસનો સાથ છોડ્યો

13 October, 2020 11:06 AM IST  |  New Delhi | Agency

કમલને મળી ખુશ્બુ : સાઉથની હિરોઈને કૉન્ગ્રેસનો સાથ છોડ્યો

બીજેપી હેડક્વાર્ટસમાં ખુશ્બુ સુંદર.

અભિનય ક્ષેત્રમાંથી રાજકારણમાં જોડાનાર ખુશ્બૂ સુંદર સોમવારે કૉન્ગ્રેસ છોડ્યાના ગણતરીના કલાકોમાં જ બીજેપીમાં જોડાયાં હતાં.
આ પ્રસંગે યોજાયેલી સભામાં તેમણે જણાવ્યું હતું કે સમય જતાં તેમને સમજાયું હતું કે જો દેશની આગળ પ્રગતિ સાધવી હોય તો દેશને સાચી દિશામાં લઈ જવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા નેતાની જરૂર છે. આ સભામાં બીજેપીના જનરલ સેક્રેટરી સી. ટી. રવિ અને તામિલનાડુ બીજેપીના પ્રમુખ એલ. મુરુગન પણ હાજર રહ્યા હતા.

congress bharatiya janata party national news