લોકપાલ મુદ્દે લડી લેવા સોનિયા ગાંધી મક્કમ

22 December, 2011 04:24 AM IST  | 

લોકપાલ મુદ્દે લડી લેવા સોનિયા ગાંધી મક્કમ



અણ્ણા હઝારે સરકારે મંજૂરી આપેલા લોકપાલ બિલનો વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે કૉન્ગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ લડાઈનો મોરચો સંભાળી લીધો છે. તેમણે નિવેદન કરતાં જણાવ્યું હતું કે ‘સરકારે સરસ લોકપાલ ખરડો બનાવ્યો છે અને એને સંસદમાં પાસ કરાવતાં અમને કોઈ રોકી શકે એમ નથી. આ ખરડાનો વિરોધ કરવો યોગ્ય નથી અને સરકાર લોકપાલ મામલે લાંબી લડાઈ લડી લેવા તૈયાર છે.’

કૉન્ગ્રેસ આ ખરડો પસાર કરાવવા મક્કમ છે ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ અને રાષ્ટ્રીય જનતા દળના ચીફ લાલુ પ્રસાદ યાદવે સરકાર દ્વારા પ્રસ્તાવિત લોકપાલ ખરડાનો વિરોધ કર્યો છે. મુલાયમ સિંહ યાદવે જણાવ્યું હતું કે સરકાર દ્વારા પ્રસ્તાવિત ખરડામાં પોલીસના હાથમાં બધી સત્તા સોંપી દેવામાં આવી છે જે નુકસાનકારક સાબિત થઈ શકે છે.