સોનિયા ગાંધી બન્યા કોંગ્રેસના સંસદીય દળના નેતા

01 June, 2019 12:59 PM IST  |  નવી દિલ્હી

સોનિયા ગાંધી બન્યા કોંગ્રેસના સંસદીય દળના નેતા

સોનિયા ગાંધી બન્યા કોંગ્રેસના સંસદીય દળના નેતા

કોંગ્રેસના નવા ચુંટાયેલા સાંસદોની પહેલી બેઠકમાં શુક્રવારે સોનિયા ગાંધી(sonia gandhi)ને સંસદીય દળના નેતા તરીકે ચુંટવામાં આવ્યા છે. આ બેઠક એવા સમયે થઈ જ્યારે રાહુલ ગાંધી(rahul gandhi) કહી ચુક્યા છે કે તેઓ હવે પાર્ટીના અધ્યક્ષ પદ પર નથી રહેવા માંગતા. બીજી વાર સંસદીય દળના નેતા ચુંટાયા બાદ સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસના પક્ષમાં મતદાન કરનારા લોકોને ધન્યવાદ કર્યો.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમામે પૂર્વ વડાપ્રધાન મનમોહનિ સિંહે સંસદીય દળના નેતા માટે સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ મુક્યો જેને સર્વસહમતિથી પસાર કરવામાં આવ્યો. મહત્વનું છે કે 543 સભ્યો વાળી સંસદમાં કોંગ્રેસમાં 52 સાંસદ છે. આ હિસાબે જોઈએ તો કોંગ્રેસ પાસે આ પદ માટે 3 સાંસદો ની કમી છે. બેઠકમાં કોંગ્રેસના તમામ સાંસદો હાજર રહ્યા.

આ પણ વાંચોઃ મોદીએ ક્યું મંત્રાલય કોને આપ્યું, જાણો અહીં સત્તાવાર યાદી...

મહત્વનું છે કે 25 મેના દિવસે કોંગ્રેસની કાર્યસમિતિની બેઠક બાદ આ પહેલા આધિકારીક બેઠક હતી જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો. જણાવી દઈએ કે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષના પદથી રાજીનામું આપવાની રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે સારું રહેશે કે પાર્ટી ગાંધી પરિવાર સિવાય કોઈનો અધ્યક્ષ તરીકે ચૂંટણી કરે. જો કે, પાર્ટીના અધિકારીઓએ તેમના રાજીનામાને ફગાવી દીધું છે.