સોનિયા ગાંધી રહેશે દિલ્હીથી દૂર, જાણો કેમ...

20 November, 2020 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોનિયા ગાંધી રહેશે દિલ્હીથી દૂર, જાણો કેમ...

ફાઈલ ફોટો

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ વધી ગયુ છે. તેથી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને અમૂક સમય માટે દિલ્હીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સોનિયા ગાંધીને છાતીનું ઈન્ફેક્શન હોવાના સમાચાર છે. પરિણામે તેમને દિલ્હી જેવા પ્રદૂષણ ધરાવતા રાજ્યમાં ન રહેવાની સલાહ ડૉક્ટરોએ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોનું કહેવું છે કે સોનિયા અમૂક સમય માટે ગોવા કે ચેન્નઈમાં રહેશે. આજે તે દિલ્હી છોડી શકે છે. તેમની સાથે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી વાડ્રા હોઈ શકે છે.

પક્ષના સૂક્ષોએ કહ્યું કે, ઑગસ્ટમાં હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદથી જ સોનિયા ગાંધીની સારવાર ચાલુ જ છે. ડૉક્ટરોને તેમના છાતિના ઈન્ફેક્શનના સંક્રમણની ચિંતા છે. દિલ્હીના પ્રદૂષણે અસ્થમા અને સંક્રમણને વધારી દીધુ છે. તેથી સોનિયા ગાંધીને ડૉક્ટર્સે સલાહ આપી છે કે તેઓ દિલ્હીથી બહાર રહે. આ સલાહ પણ તેમને એવા સમયે મળી છે જ્યારે પક્ષને તેમની જરૂર છે. બિહાર ચૂંટણીમાં પરાજય બાદ ઘણા નેતાઓ આત્મનિરીક્ષણની માગણી કરી રહ્યા છે. અમૂક નેતાઓએ તો પત્ર લખીને સંગઠનાત્મક ફેરફાર કરવાની પણ વિનંતી કરી છે.

સોનિયા ગાંધીને 30 જુલાઈની સાંજે દિલ્હીની સર ગંગા રામ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 12 સપ્ટેમ્બરે પોતાના રૂટિન હૅલ્થ ચેકઅપ કરાવ્યા બાદ તે વિદેશમાં ગયા. તે વખતે રાહુલ ગાંધી તેમની સાથે હતા. પરિણામે બંને સંસદના ચોમાસા સત્રમાં પણ હાજર રહી શક્યા નહીં. ગયા વર્ષે જાન્યુઆરીમાં પણ સોનિયા ગાંધી થોડા સમય માટે ગોવા શિફ્ટ થયા હતા, તે વખતે તેમનો સાઈકલ ચલાવતો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

sonia gandhi rahul gandhi delhi news national news