વ્યથાઓ સાંભળીને ઝડપથી નિવેડો લાવવાની ગુલામ નબી આઝાદને સોનિયાની બાંયધરી

27 August, 2020 02:54 PM IST  |  Mumbai | Agencies

વ્યથાઓ સાંભળીને ઝડપથી નિવેડો લાવવાની ગુલામ નબી આઝાદને સોનિયાની બાંયધરી

ગુલામ નબી આઝાદ

ગયા સોમવારે કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ પક્ષપ્રમુખ સોનિયા ગાંધીએ પક્ષના નેતા ગુલામ નબી આઝાદને ફોન કરીને એમની ફરિયાદો-વ્યથાઓ સાંભળીને એનો નિવેડો લાવવાની બાંયધરી આપી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. એ બેઠક પછી કપિલ સિબલ, મનીષ તિવારી, આનંદ શર્મા, મુકુલ વાસનિક અને શશી થરૂર સહિત કેટલાક નેતાઓ ગુલામ નબી આઝાદના ઘરે ગયા હતા.
કૉન્ગ્રેસમાં સક્રિય નેતૃત્વ અને વ્યાપક સુધારાની માગણી સાથે પક્ષની સ્થિતિ અને દિશા બાબતે પ્રશ્નો ઊભા કરતા ૨૩ નેતાઓના પત્રને પગલે સોમવારે કૉન્ગ્રેસની કાર્યકારી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. એ પત્રમાં કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની ચૂંટણીની પણ માગણી કરવામાં આવી હતી. એ પત્ર લખનારા વરિષ્ઠ કૉન્ગ્રેસી નેતાઓએ
બીજેપી સાથે સાઠગાંઠ કરી હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.
રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કૉન્ગ્રેસના મધ્યવર્તી નેતૃત્વના અગ્રણી ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે જો મારા પર બીજેપી જોડે સાઠગાંઠનો આરોપ પુરવાર થાય તો હું રાજીનામું આપી દઈશ. આઝાદે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર જણાવ્યું હતું કે નેતૃત્વ બાબતે પત્ર લખનારા ૨૩ કૉન્ગ્રેસી નેતાઓની બીજેપી જોડે સાઠગાંઠનો આરોપ પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કે અન્યત્ર ક્યારેય મૂક્યો નથી.

national news sonia gandhi ghulam nabi azad