રસગુલ્લા બિરયાની તમે ખાશો?, જાણો લોકોનું શું કહેવું છે...

09 October, 2020 08:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રસગુલ્લા બિરયાની તમે ખાશો?, જાણો લોકોનું શું કહેવું છે...

રસગુલ્લા બિરયાની

ભોજનમાં એક્સપરિમેન્ટ/નવિનતા કરવું સારી વાત છે, પણ ઘણી વખત લોકો એવા પ્રયોગ કરે છે જે કોઈને પણ ન ગમે. ક્યારેક લોકો વડા પાવમાં ચોકલેટ ઉમેરે છે, તો કોઈ મેગીમાં દૂધ અને સાકર મિક્સ કરે છે. તેમ જ કોઈ પાણીપુરીમાં મેગી નાખે છે.

હવે સોશ્યલ મીડિયામાં રસગુલ્લા બિરયાની વાયરલ થઈ રહી છે. પરંતુ લોકોને આ નવો પ્રયોગ ગમ્યો નથી. મેડલી ફૂડ લવર નામના ફેસબુક પેજ પર રસગુલ્લા બિરયાનીનો વીડિયો શૅર કર્યો છે. આ બિરયાનીને અંગૂરી રસગુલ્લા બિરયાની નામ આપવામાં આવ્યું છે.

આ ફેસબુક પોસ્ટમાં લાઈકથી વધારે કમેન્ટ મળ્યા છે. યુઝર્સે આ રસગુલ્લા બિરયાનીની ખૂબ જ મજાક ઉડાવી હતી. 

national news viral videos