સ્વામી અગ્નિવેશ: આર્ય સમાજના અગ્રણી નેતાનું 80ની વયે નિધન

11 September, 2020 08:31 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સ્વામી અગ્નિવેશ: આર્ય સમાજના અગ્રણી નેતાનું 80ની વયે નિધન

સ્વામી અગ્નિવેશ

સામાજિક કાર્યકર્તા અને આર્ય સમાજના પ્રતિષ્ઠિત નેતા સ્વામી અગ્નિવેશનું નિધન થયું છે. તેમણે દિલ્હીના એક હૉસ્પિટલમાં શુક્રવારે સાંજે અંતિમ શ્વાસ લીધા. સ્વામી અગ્નિવેશને સોમવારે નવી દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવ એન્ડ બાયલરી સાયન્સિસ માં દાખલ કરાવવામાં આવ્યા હતા. ILBS સ્વામી અગ્નિવેશના નિધનની પુષ્ઠિ કરતાં કહ્યું, "સ્વામી અગ્નિવેશને શુક્રવારે સાંજે 6 વાગ્યે કાર્ડિયેક અરેસ્ટ આવ્યો. તેમને બચાવવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પણ એવું શક્ય થઈ શક્યું નહીં. તેમણે સાંજે 6.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા."

મલ્ટિપલ ઑર્ગન ફેલ્યોરને કારણે તબિયત વધારે ગંભીર
લિવર સિરોસિસથી પીડિત અગ્નિવેશના ઘણાં મહત્વના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું તો મંગળવારથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. હૉસ્પિટલના સીનિયર ડૉક્ટરની એક ટીમ તેમની સ્થિતિ પર ધ્યાન રાખી રહી હતી, પણ તેમને બચાવી શકાયા નહીં.

હરિયાણાના શિક્ષામંત્રી રહી ચૂક્યા હતા સ્વામી અગ્નિવેશ
21 સપ્ટેમ્બર, 1939ના જન્મેલા સ્વામી અગ્નિવેશ સામાજિક મુદ્દે પોતાની ટિપ્પણીઓને કારણે જાણીતા હતા. 1970માં આર્ય સભા નામની રાજનૈતિક પાર્ટી બનાવી હતી. 1977માં તે હરિયાણામાં વિધેયક તરીકે ચૂંટાયા અને હરિયાણા સરકારમાં શિક્ષામંત્રી પણ રહ્યા. 1981માં તેમણે બંધુઆ મુક્તિ મોર્ચા નામના સંગઠનની સ્થાપના કરી.

અન્ના હજારેના આંદોલનથી લઈને બિગબૉસના ઘર સુધીની સફર
સ્વામી અગ્નિવેશે 2011માં અન્ના હજારેની આગેવાનીવાળા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં પણ ભાગ લીધો હતો. જો કે, પછીથી મતભેદને કારણે તે આંદોલનથી દૂર થયા હતા. સ્વામી અગ્નિવેશે રિયાલિટી શૉ બિગબૉસમાં પણ ભાગ લીધો હતો. તે 8થી 11 નવેમ્બર દરમિયાન ત્રણ દિવસ માટે બિગ બૉસના ઘરમાં પણ રહ્યા હતા.

national news