મહારાષ્ટ્ર: સમાજસેવક બાબા આમટેની પૌત્રીએ કરી આત્મહત્યા, પોલીસ તપાસ શરૂ

30 November, 2020 05:32 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મહારાષ્ટ્ર: સમાજસેવક બાબા આમટેની પૌત્રીએ કરી આત્મહત્યા, પોલીસ તપાસ શરૂ

ડૉ. શીતલ આમટે

સમાજસેવક બાબા આમટેની પૌત્રી અને આનંદવનના મહારોગી સેવાની સીઇઓ ડૉ. શીતલ આમટેએ આત્મહત્યા કરી લીધી છે. હાલ તેમના આ પગલાની પાછળનું કારણ ખબર પડી શક્યું નથી, પણ કેટલાક લોકોનું માનવું છે કે પારિવારિક વિવાદને કારણે તેમણે આ આત્મહત્યા કરી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરવાનું શરૂ કરી દીધું છે. વરોરાના ઉપજિલા હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જતી વખતે ડૉક્ટર્સે શીતલ આમટેને મૃત જાહેર કરી. રિપોર્ટ પ્રમાણે, શીતલે ઝેરી ઇન્જેક્શનનો ઉપયોગ કરીને આપઘાત કર્યો. જણાવવાનું કે શીતલ આમટેને જાન્યુઆરી 2016ના વિશ્વ આર્થિક મંચ દ્વારા યંગ ગ્લોબલ લીડર તરીકે ચૂંટવામાં આવી હતી.

સુસાઇડ પહેલા ડૉ. શીતલે સોશિયલ મીડિયા પર એક પેન્ટિંગ શૅર કરી છે. આમાં તેણે લખ્યું છે કે વૉર એન્ડ પીસ. જણાવવાનું કે 72 વર્ષથી ચંદ્રપુર જિલ્લાના વરોરા તહેસીલના આનંદવનમાં બાબા આમટેનો પરિવાર કુષ્ઠરોગીઓની સેવા કરી રહ્યો છે. કેટલાક દિવસ પહેલા બાબા આમટેની પૌત્રીએ આનંદવનમાં થતાં આર્થિક ઘોટાળાને લઈને ફેસબુક પર એક લાઇવ ડિસ્કશન કર્યું હતું. આ દરમિયાન ઘણો વિવાદ સર્જાયો હતો. તેના પછી ડૉક્ટર શીતલે ફેસબૂક પરથી આ વીડિયો પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. તો આખા આમટે પરિવારે શીતલના આ કાર્યનો સાર્વજનિકરીતે વિરોધ કર્યો હતો અને તેને ગેરસમજણનો શિકાર પણ કહ્યું હતું.

national news