દેશમાં અત્યાર સુધી ૧.૮ કરોડ લોકોને રસી અપાઈ

06 March, 2021 12:50 PM IST  |  New Delhi | Agencies

દેશમાં અત્યાર સુધી ૧.૮ કરોડ લોકોને રસી અપાઈ

પ્રતીકાત્મક તસવીર

દેશમાં અત્યાર સુધીમાં ૧.૮ કરોડ કરતાં વધુ લોકોને કોવિડ-19 વૅક્સિન આપવામાં આવી હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું. આમાં પહેલો ડોઝ લેનારા ૬૮,૫૩,૦૮૩ હેલ્થકૅર વર્કર્સ, બીજો ડોઝ લેનારા ૩૧,૪૧,૩૭૧ હેલ્થકૅર વર્કર્સ ઉપરાંત પ્રથમ ડોઝ લેનારા ૬૦,૯૦,૯૩૧ ફ્રન્ટલાઇન વર્કર્સ અને બીજો ડોઝ લેનારા ૬૭,૨૯૭ ફ્રન્ટલાઇન વર્કર્સનો, ૪૫ કરતાં વધુ વયના ૨,૩૫,૯૦૧ કો-મોર્બિડીઝ (પ્રથમ ડોઝ) લાભાર્થીઓ અને ૬૦ કરતાં વધુ વય ધરાવતા ૧૬,૧૬,૯૨૦ લાભાર્થીઓનો સમાવેશ થાય છે. વૅક્સિનેશનના ૪૮મા દિવસે એટલે કે ગુરુવારે ૪ માર્ચે ૧૩,૮૮,૧૭૦ લોકોને વૅક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા હતા.

coronavirus covid19 national news