કાશ્મીરમાં બરફવર્ષા: રોડ અને ઍર ટ્રાફિક ખોરવાયો

04 January, 2021 02:52 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

કાશ્મીરમાં બરફવર્ષા: રોડ અને ઍર ટ્રાફિક ખોરવાયો

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે કાશ્મીર ખીણ પ્રદેશમાં બરફવર્ષાને કારણે ધોરી માર્ગો સહિત અનેક મહત્ત્વના માર્ગો પર બરફની ૩થી ૧૦  ઇંચ જાડી ચાદર ફેલાઈ ગઈ હતી. શ્રીનગર-જમ્મુ ધોરી માર્ગ પરની જવાહર ટનલના ક્ષેત્રમાં ૧૦ ઇંચ બરફ વરસ્યો હતો. હવામાં ધુમ્મસ અને બરફવર્ષાને લીધે માર્ગ, વાહનવ્યવહાર તેમ જ વિમાન વ્યવહાર ખોરવાયો હતો. તેને કારણે દેશના અન્ય ભાગ સાથેનો સંપર્ક અવરોધાયો હતો. શનિવાર મધરાતથી બરફવર્ષા શરૂ થઈ ગઈ હતી.

kashmir national news