આ દિવાળીમાં SMS કરવા કરતાં કૉલ કરવા સસ્તા પડશે

11 November, 2012 04:55 AM IST  | 

આ દિવાળીમાં SMS કરવા કરતાં કૉલ કરવા સસ્તા પડશે



ભારતી ઍરટેલ, રિલાયન્સ કમ્યુનિકેશન (જીએસએમ અને સીડીએમએ પ્રી-પેઇડ અને પોસ્ટ-પેઇડ), વોડાફોન, આઇડિયા સેલ્યુલર, ઍરસેલ, યુનિનોર, વિડિયોકોન, તાતા ટેલિ-સર્વિસિસ, લૂપ મોબાઇલ, એમટીએનએલ અને બીએસએનએલ કંપનીઓએ ૧૨ અને ૧૩ નવેમ્બરે બ્લૅકઆઉટ ડે જાહેર કર્યો છે.

લૂપનો મુંબઈમાં તો બીએસએનએલનો બાકીના મહારાષ્ટ્રમાં બ્લૅકઆઉટ ડે હશે. દરેક SMS માટે એક રૂપિયો ચાર્જ કરવામાં આવશે એમ લૂપે જાહેર કર્યું છે. મોબાઇલ સર્વિસ ઑપરેટરોએ નક્કી કરેલા અને સિલેક્ટ કરેલા પ્લાન મુજબ SMSનો ચાર્જ લેવામાં આવશે. અનેક કંપનીઓએ કૉમ્પિટિશનને કારણે કૉલચાર્જિસ ઘટાડ્યા હોવાથી આ દિવસો દરમ્યાન SMS કરવા કરતાં કૉલ કરવો સસ્તું પડી શકે એમ છે.