સ્મૃતિ ઈરાનીએ અમેઠીની મહિલાઓને ભેટ આપી ૧૫,૦૦૦થી વધુ સાડીઓ

21 October, 2014 05:23 AM IST  | 

સ્મૃતિ ઈરાનીએ અમેઠીની મહિલાઓને ભેટ આપી ૧૫,૦૦૦થી વધુ સાડીઓ



સ્મૃતિ ઈરાનીના સહાયક વિજય ગુપ્તા મારફત આ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્મૃતિ અમેઠીમાંથી લોકસભાની ગઈ ચૂંટણી કૉન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી સામે હારી ગયાં હતાં.  

વિજય ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘જગદીશપુર, તિલોઇ, સલોન અને અમેઠી વિસ્તારના ગ્રામજનોમાં દિવાળીની ભેટની વહેંચણી કરવામાં આવી હતી. ગઈ સંસદીય ચૂંટણીમાં હારવા છતાં અમેઠીના લોકોની સેવા કરવાની સ્મૃતિ ઈરાનીની પ્રબળ ઇચ્છાના અનુસંધાનમાં ૧૫,૦૦૦થી વધારે સાડીઓ ભેટ આપવામાં આવી છે.’