બૅન્ગલોરમાં નરેન્દ્ર મોદીના રૂટ પર જિલેટિન સ્ટિક્સ મળી એને પગલે છ પોલીસ-કર્મચારી સસ્પેન્ડ

26 May, 2026 09:01 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાનની સુરક્ષામાં ચેડાં કરવાની કોશિશ હતી કે નહીં એ વિશે તપાસ ચાલી રહી છે

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૧૦ મેની બૅન્ગલોરની મુલાકાત વખતે વડા પ્રધાનના રૂટ પાસે બે જિલેટિન સ્ટિક્સ મળી આવ્યા બાદ ૬ પોલીસ-કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આ કર્મચારીઓ સસ્પેન્ડેડ રહેશે. વડા પ્રધાનની સુરક્ષામાં ચેડાં કરવાની કોશિશ હતી કે નહીં એ વિશે તપાસ ચાલી રહી છે.

આ સંદર્ભમાં પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં હાથ ધરવામાં આવેલી નિયમિત સુરક્ષા-સૅનિટાઇઝેશનની અને ચેકિંગની કામગીરી દરમ્યાન જિલેટિન સ્ટિક મળી આવી હતી. બૅન્ગલોરના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (સેન્ટ્રલ રેન્જ) (DIG)એ જણાવ્યું હતું કે બૅન્ગલોરની બહાર વડા પ્રધાનના મુખ્ય કાર્યક્રમ-સ્થળથી લગભગ ૩ કિલોમીટર દૂર કાગલીપુરા વિસ્તારમાં એક ફુટપાથ પાસે બે જિલેટિન સ્ટિક મળી આવી હતી, વધુ તપાસ ચાલી રહી છે.

national news india bengaluru narendra modi indian government Crime News