Udaipur: એક જ પરિવારનાં 6 જણની મળી લાશ, મૃતકોમાં 4 બાળક, હત્યા કે સામૂહિક આપઘાત?

21 November, 2022 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આખા પરિવારે એક સાથે આપઘાત કર્યો કે પછી શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું છે. સ્થાનિક લોકોની સૂચના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાનના (Rajasthan) ઉદયપુર (Udaipur) જિલ્લામાં એક જ પરિવારનાં 6 જણની લાશ (Dead body) મળી છે. મૃતકોમાં 4 બાળકો (4 Child) અને તેમના માતા પિતા (2 Parents) સામેલ છે. હાલ એ સ્પષ્ટ નથી છે કે આખા પરિવારે એક સાથે આપઘાત કર્યો કે પછી શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું છે. સ્થાનિક લોકોની સૂચના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

માહિતી પ્રમામે મામલો ઉદયપુર જિલ્લાની ગોગુંદા તહસીલના ઝાડોલીના ગોલ નેડી ગામનો છે. મૃતકનું નામ પ્રકાશ ગમેતી અને તેમની પત્નીનું નામ દુર્ગા ગમેતી (27) છે. ઘટનાની માહિતી પોલીસને પાડોશમાં રહેતા પ્રકાશના ભાઈએ આપી હતી. હકિકતે આ પરિવાર ખેતરના કિનારે જ મકાનમાં રહેતો હતો. પ્રકાશ અને તેના 2 ભાઈઓના ઘર નજીક જ બનેલા હતા.

પ્રકાશ ગુજરાતમાં કામ કરતો હતો. પોલીસને પહેલી નજરમાં જોતા એવું લાગ રહ્યું છે કે પરિવારના સભ્યોની આર્થિક સ્થિતિ સારી નહોતી. મોટાભાગના પુરાવા આપઘાત તરફ જ સંકેત કરી રહ્યા છે. પ્રકાશની પત્નીનો મૃતદેહ જમીન પર પડેલો મળ્યો છે. તેના શરીર પર ઈજાના  નિશાન પણ છે. આથી અંદાજ લગાડવામાં આવી રહ્યો છે કે પહેલા પ્રકાશે પોતાની પત્ની અને એક બાળકનું ગળું દાબીને હત્યા કરી અને બધાને પત્નીના દુપટ્ટાં અને સાડીથી લટકાડી દીધી.

જો કે, પોલીસ દરેક એંગલથી મામલે તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે ડૉગ સ્ક્વૉડની ટીમ પણ તપાસ માટે પહોંચી ગઈ છે. પોલીસ ઘરની અંદર રહેલા દરેક સામાનની તપાસ કરી રહી છે. પોલીસ અધીક્ષક કુંદન કાંવરિયા પ્રમાણે મૃતકોની ઓળખ પ્રકાશ ગમેતી અને તેમની પત્ની દુર્ગા ગમેતી (27) તરીકે થઈ છે. ચારેય બાળકોનું નામ ગંગારામ (3 4) મહિના, પુષ્કર (5 વર્ષ), ગણેશ (8 વર્ષ) અને રોશન (3 વર્ષ) છે.

ધૌલપુરમાં પણ સામે આવ્યો હતો આવો કેસ
જણાવવાનું કે આવો જ એક કેસ ડિસેમ્બર 2021માં રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાંથી પણ સામે આવ્યો હતો. અહીં 28 વર્ષના યુવકનો મૃતદેહ શંકાસ્પદ પરિસ્થિતિમાં મળવાથી હાહાકાર ફેલાયો. ઘટનાસ્થળે સ્થાનિક ગ્રામીણોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતકની ઓળખ કરીને પરિજનોને ઘટનાની જાણ કરી.

આ પણ વાંચો : Crime News: શ્રદ્ધા બાદ હવે આયુષીની હત્યા, પણ શું આ ઘટનામાં બાપ બન્યો હત્યારો?

પરિજનોએ હૉસ્પિટલમાં કર્યું હતું પ્રદર્શન
પોલીસે મૃતદેહ તાબે લઈને સરમથુરા સરકારી હૉસ્પિટલમાં મૉર્ચુરીમાં મૂકાવી દીધો. યુવકની મોતથી પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો. યુવકની મોત પછી મોટી સંખ્યામાં હૉસ્પિટલમાં પહોંચેલા ગ્રામીણોએ હત્યાનો આરોપ મૂકતા હાહાકાર મચાવ્યો હતો. લગભગ ત્રણ કલાક સમજાવ્યા બાદ પોલીસે મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરાવ્યું અને હત્યાનો કેસ નોંધી તપાસ શરૂ કરી હતી.

national news Crime News