કાર્સમાં છ ઍરબૅગ્સના નિયમનો અમલ એક વર્ષ મોકૂફ

30 September, 2022 09:43 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગડકરીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે પૅસેન્જર કાર્સમાં ફરજિયાત છ ઍરબૅગ્ઝ રાખવાના પ્રસ્તાવનો અમલ એક વર્ષ મોકૂફ રાખ્યો છે. હવે આવતા વર્ષે પહેલી ઑક્ટોબરથી એનો અમલ થશે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ પ્રધાન નીતિન ગડકરીએ ગઈ કાલે આ જાણકારી આપી હતી. આ પહેલાં સરકારે કારમાં મુસાફરી કરનારા લોકોની સુરક્ષા વધારવા માટે એઇટ સીટર વાહનોમાં છ ઍરબૅગ્ઝ ફરજિયાત હોવાના નિયમનો પહેલી ઑક્ટોબર, ૨૦૨૨થી અમલ કરવા માટે પ્લાનિંગ કર્યું હતું.

ગડકરીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘ઑટો ઇન્ડસ્ટ્રી અત્યારે ગ્લોબલ સપ્લાય ચેઇનના મામલે અડચણોનો સામનો કરી રહી છે અને અત્યારનાં આર્થિક પરિબળોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે પૅસેન્જર કાર્સ (એમ-૧ કૅટેગરી)માં ફરજિયાત ઓછામાં ઓછી છ ઍરબૅગ્ઝના પ્રસ્તાવનો અમલ પહેલી ઑક્ટોબર ૨૦૨૩થી થશે.’

national news nitin gadkari