27 July, 2026 09:08 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ ચૂંટણી રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેમણે ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પરની પોસ્ટમાં પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આજે રાજકારણ પૂર્ણ રીતે ભ્રષ્ટ થયું છે એટલે મેં નિર્ણય લીધો છે કે હું ૨૦૨૮માં થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાગ નહીં લઉં. જોકે હું રાજકારણમાં સક્રિય રહીશ અને જનતાના સુખદુખનો અવાજ બનીને તેમના માટે કામ કરતો રહીશ.