આતંકી એલર્ટ: શ્રીનગર અને અવંતીપુરા એરબેઝ પર થઈ શકે આતંકી હુમલો

17 May, 2019 01:22 PM IST  |  જમ્મૂ કાશ્મીર

આતંકી એલર્ટ: શ્રીનગર અને અવંતીપુરા એરબેઝ પર થઈ શકે આતંકી હુમલો

શ્રીનગર અને અવંતીપુરા એરબેઝ પર થઈ શકે આતંકી હુમલો

શ્રીનગર અને અવંતીપૂરા એરબેઝનેને હાઈ-એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. ખાનગી સુરક્ષા એજન્સી તરફથી મળતી માહિતીને આધારે બન્ને એરબેઝની સુરક્ષા વધારવામાં આવી છે. આ એલર્ટને ધ્યાનમાં રાખીને એરબેઝના આસપાસ સુરક્ષાબળોને એલર્ટ કરવામાં આવ્યા છે અને એરબેઝની ચારે તરફ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રો તરફથી આ માહિતી મળી હતી ત્યાર બાદ સુરક્ષા જવાનોની સંખ્યામાં પણ વધારો કરાયો છે. આ પહેલા આ અઠવાડિયામાં જ આર્મીકેમ્પની બહાર એક સંદિગ્ધની ધરપકડ કરવામાં આવી હતી.

પુલવામાં આતંકી હુમલા પછી સુરક્ષા બળો અને સૈન્ય દ્વારા જવાબી કાર્યવાહી બાદ આતંકીઓમાં ગભરાટ જોવા મળી છે. આ જવાબી કાર્યવાહીને કારણે આતંકવાદીઓ કાશ્મીરમાં વધારે સક્રિય જોવા મળી રહ્યા છે. સુરક્ષાકર્મીઓ દ્વારા પણ સર્ચ ઓપરેશન હાથ ધરાઈ રહ્યા છે જેમાં આતંકીઓ ઠાર કરાયા હતા. ગુરુવારે પણ સુરક્ષા બળો દ્વારા 6 આતંકવાદીઓને ઠાર મરાયા હતા.

આ પણ વાંચો: નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે : સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

હાલમાં જ આધિકારિક સૈન્ય સૂત્રોએ જણાવ્યુ હતું કે, સુરક્ષા બળોએ પુલવામા હુમલામાં 45 દિવસની અંદર જ જૈશ-એ-મહોમ્મદની પૂરી ટીમને નિષ્ક્રીય કરી હતી. ટેકનિકલ અને હ્યૂમન ઈન્ટિલિજન્સની મદદથઈ પૂરી આતંકવાદીઓને નિષ્ક્રીય કર્યા હતા. જો કે પુલવામા હુમલા પછી આતંકવાદીઓ સક્રીય જોવા મળી રહ્યાં છે. સૂત્રોની માહિતી અનુસાર શ્રીનગર અને અવંતીપૂરા એરબેઝ પર હુમલાની શક્યતાને પગલે સુરક્ષા વધારવામાં આવી છે.

national news