જામિયામાં દેખાવો કરનારા પર ગોળીબાર કરી 'યે લો આઝાદી'ની બુમો પાડી

31 January, 2020 11:29 AM IST  |  Delhi | Mumbai Desk

જામિયામાં દેખાવો કરનારા પર ગોળીબાર કરી 'યે લો આઝાદી'ની બુમો પાડી

જામિયા મિલીયા ઇસ્લામિયાનો એક વિદ્યાર્થીને ગઇકાલે પોતાની જાતને રામભક્ત ગોપાલ કહેવડાવતા એક માણસે કરેલા ગોળીબારને કારણે ઇજા પહોંચી હતી. સીએએ-એનઆરસીના વિરોધીઓ પર ખુલ્લો ગોળીબાર કરનારા આ માણસે જોરથી ‘યે લો આઝાદી’ની બુમો પાડી અને હાથમાં પકડેલી પિસ્તોલ માથે હલાવતો ત્યાંથી દોડ્યો. પોલીસ જે ત્યાં વિરોધીઓને ચુપ કરાવવા બંદોબસ્ત પર હતા તેમણે એને પકડમાં લીધો પણ તે પહેલાં તો તેણે એક શાંતિ રેલીમાં ઉભેલા એક વિદ્યાર્થીને ઘાયલ કરી દીધો હતો. પોલીસોના ભારે બંદોબસ્ત હેઠળ આ ઘટના થઇ હોવાથી પોલીસની કામગીરીની ભારે ટીકા થઇ હતી.  દિલ્હી પોલીસે પિસ્તોલ લઇને દોડનારા ગોપાલની ધરપકડી કરી ત્યા સુધીમાં શાદાબ ફારુક નામનો જામિયાનો માસ કોમ્યુનિકેશન વિભાગનો વિદ્યાર્થી ઘાયલ થઇ ચુક્યો હતો. ફારૂકને તેના ડાબા હાથે ગોળી વાગી અને તેને ત્યાંથી એઇમ્સનાં ટ્રોમા સેન્ટરમાં લઇજવામાં આવ્યો હતો.

એએનઆઇના રિપોર્ટ અનુસાર પિસ્તોલ ચલાવનારના આધાર કાર્ડ પર તેની જન્મ તારીખ 8 એપ્રિલ 2002 દર્શાવઈ હતી. દિલ્હી પોલીસે તેની ઉંમર અંગે કોઇ ચોખવટ નથી કરી. પોલીસે કહ્યુ કે તેનું નામ ખરેખર રામભક્ત ગોપાલ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

આ શુટરે પિસ્તોલનો ખેલ શરૂ કરતા પહેલાં ફેસબુક લાઇવ પણ કર્યુ હતું અને હુમલા પહેલા તેણે ફેસબુક પર, “શાહિન ભાગ, ખેલ ખતમ”નો સંદેશો મુક્યો હતો વળી એમ પણ લખ્યુ હતુ કે મને ભગવામાં લપેટીને મારી અંતિમ યાત્રામાં જય શ્રી રામનાં ઉચ્ચારણો કરજો. તેની પોસ્ટનાં સ્ક્રીન શોટ વાઇરલ થયા તે પછી તેનો ફેસબુક પ્રોફાઇલ ડિલીટ કરાયો હતો.

 

કેટલાક વિદ્યાર્થીઓએ તેમની સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ સામેની શાંતિ પૂર્ણ કુચ કઇ રીતે ગાંધી નિર્વાણ દિને જ હિંસક થઇ ગઇ તેની વાત કરી હતી. આમના શરીફ નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, “અમે હોલી ફેમિલી હોસ્પિટલ તરફ આગળ વધી રહ્યા હતા જ્યાં પોલીસે બેરીકેડ્ઝ મુક્યા હતા. અચાનક જ હાથમાં પિસ્તોલ લઇને એખ માણસ દોડવા માંડ્યો અને ગોળીબારી ચાલુ કરી દીધી. એક ગોળી મારા મિત્રને પણ વાગી.” વિદ્યાર્થીઓ જામિયાથી ચાલીને ગાંધી બાપુની સમાધી, રાજઘાટ તરફ જઇ રહ્યા હતા. આ કુચને હોલી ફેમિલી હોસ્પિટલ પાસે રોકી લેવાઇ હતી.

“પોલીસ જ્યાં સુધીમાં કોઇ એક્શન લે ત્યાં સુધીમાં પેલા માણસે ગોળી ચલાવી દીધી હતી. બધું ગણતરીની ક્ષણોમાં જ થઇ ગયું. આ અંગે તપાસ ચાલુ છે અને કેસ ક્રાઇમ બ્રાંચને સોંપાયો છે. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે તે સગીર છે કે કેમ.”, આવું સ્પેશ્યલ કમિશનર ઑફ પોલીસ (ઇન્ટેલિજન્સ) પ્રવીર રાજને કહ્યુ હતું.

સીપીઆઇ જનરલ સેક્રેટરી ડી રાજાએ કહ્યુ કે આ ઘટના ભાજપાનાં નેતાઓએ દીલ્હીની ચુંટણી દરમિયાન કરેલા ઉશ્કેરણીજનક ભાષણોનું સીધું પરિણામ છે. તેમણે કહ્યુ કે ગાંધી નિર્વાણ દિને થયેલી આ ઘટના ખરેખર કમનસીબ ગણાય.

મુખ્યમંત્રી કેજરીવાલે ગૃહ સચીવ અમિત શાહને કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિને સુધારવા કહ્યું. કેજરીવાલે અમિત શાહના એક ટ્વીટના જવાબમાં લખ્યું હતું, “દિલ્હીમાં આ શું થઇ રહ્યું છે? કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે. દિલ્હીના કાયદો અને વ્યવસ્થા જાળવો." અમિત શાહે પહેલા ટ્વિટર કર્યુ હતુ કે તેમણે દિલ્હીના પોલીસ કમિશનર અમુલ્ય પટનાઇકને કડક પગલા ભરવા કહ્યું છે અને તેમણે ઉમેર્યું કે કેન્દ્ર આવી કોઇ ઘટના નહીં ચલાવે અને ખોટું કરનારાઓને છોડવામાં નહીં આવે.

delhi caa 2019 nrc arvind kejriwal amit shah