✕

મધ્ય પ્રદેશની ચોંકાવનારી ઘટના રસગુલ્લાના નામે આપ્યો પિગ બૉમ્બ, મોંમાં મૂકતાં જ ફાટ્યો અને યુવાને જીવ ગુમાવ્યો

13 November, 2026 03:16 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

રાજેન્દ્રએ રસગુલ્લાને મોંમાં નાખ્યો અને તેણે ચાવવાનો પ્રયાસ કરતાંની સાથે જ એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો જેમાં રાજેન્દ્રના જડબાને ગંભીર નુકસાન થયું હતું. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા.

પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશના દિંડોરીમાં મંગળવારે એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં ૩૫ વર્ષના રાજેન્દ્ર બરૌતિયાને તેના પરિચિત રામભગત બરૌતિયાએ રસગુલ્લા હોવાનો દાવો કરીને પિગ બૉમ્બ આપ્યો હતો. રાજેન્દ્રએ રસગુલ્લાને મોંમાં નાખ્યો અને તેણે ચાવવાનો પ્રયાસ કરતાંની સાથે જ એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો જેમાં રાજેન્દ્રના જડબાને ગંભીર નુકસાન થયું હતું. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. 

આ ઘટના દિંડોરી જિલ્લાના ગ્રામ પડરિયા છાંટામાં બની હતી. રાજેન્દ્ર સાંજે ૭ વાગ્યે જમીને આંગણામાં બેઠો હતો ત્યારે રામભગત તેના ઘરે આવ્યો હતો અને તેની પાસે બેસીને રસગુલ્લું ખાવા આપ્યું હતું. આ કેસમાં પોલીસે હત્યા અને વિસ્ફોટક કાયદા હેઠળ રામભગત બરૌતિયા સામે કેસ નોંધ્યો છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે રામભગત પાસે વિસ્ફોટક પદાર્થ ક્યાંથી આવ્યો હતો. તેની અટકાયત કરવામાં આવી છે.

madhya pradesh bomb blast murder case Crime News news national news