Shocking: 65 વર્ષની મહિલાએ 14 મહિનામાં આપ્યો 8 છોકરીઓને જન્મ, આ છે ઘટના

23 August, 2020 12:03 PM IST  |  Bihar | Gujarati Mid-day Online Correspondent

Shocking: 65 વર્ષની મહિલાએ 14 મહિનામાં આપ્યો 8 છોકરીઓને જન્મ, આ છે ઘટના

પ્રતીકાત્મક તસવીર

બિહારના મુઝફ્ફરપુરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો સાંભળીને તમારા પગ નીચેની જમીન સરકી જશે. હકીકતમાં 65 વર્ષની મહિલાએ 14 મહિનાની અંદર 8 છોકરીને જન્મ આપ્યો છે. એટલું જ નહીં કે લાયક ડૉક્ટરે એક જ દિવસમાં બે વાર મહિલાની ડિલીવરી કરાવી હતી. દીકરી જન્મ યોજનાનો લાભ લેવા માટે એક 65 વર્ષની મહિલાને 14 મહિનામાં 8 વાર ગર્ભવતી બતાવી અને થોડા મહિનામાં અંતરથી એક પછી એક 8 પુત્રીઓ હોવાનું કહેવામાં આવ્યું છે. દરેક બનાવટી દીકરીના જન્મ પર વૃદ્ધ મહિલાના ખાતામાં સરકારી યોજનામાંથી રૂપિયા પણ મોકલવામાં આવતા હતા.

મુઝફ્ફરનગર જિલ્લાના મૂસહારી બ્લોકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રભારી ઉપેન્દ્ર ચૌધરીએ જ્યારે કેન્દ્રના રેકોર્ડની તપાસ કરી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પોલીસ સ્ટેશન જઈને એફઆઈઆર નોંધાવી. રેકોર્ડ્સ દર્શાવે છે કે 65 વર્ષીય લીલા દેવીએ 14 મહિનામાં આઠ પુત્રીને જન્મ આપ્યો છે. તમને આ વાત ભલે નકલી લાગે છે, પરંતુ મુઝફ્ફરપુરમાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન પાસે આના સત્તાવાર પુરાવા છે.

આરોગ્ય વિભાગની આ કૃત્ય જાહેર થયા બાદ વિભાગમાં હલચલ મચી ગઈ છે. હાલમાં જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી આ મામલે ઉચ્ચ કક્ષાની તપાસ શરૂ કરવામાં આવી છે. એડીએમ રાજેશ કુમારની અધ્યક્ષતાવાળી તપાસ સમિતિએ શોધી કાઢ્યું કે પ્રથમ દૃષ્ટિએ આ કૌભાંડના આરોપો સાચા છે. જે દોષિત હશે તેની સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.

bihar national news