શિવસેનાને જોઈએ છે CM પદ, ભાજપ પાસેથી માંગ્યું લેખિત આશ્વસાન

26 October, 2019 04:14 PM IST  |  મુંબઈ

શિવસેનાને જોઈએ છે CM પદ, ભાજપ પાસેથી માંગ્યું લેખિત આશ્વસાન

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ શનિવારે શિવસેનાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે જે રીતે અમિત શાહે લોકસભા ચૂંટણી પહેલા 50-50 ફૉર્મ્યૂલાનો દાવો કર્યો હતો, એ જ રીતે બંવે સહયોગી દળ ભાજપ અને શિવસેનાને અઢી-અઢી વર્ષો માટે સરકાર ચલાવવાનો મોકો મળવો જોઈએ. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમને ભાજપ પાસેથી લેખિત આશ્વાસન જોઈએ છે. મહત્વનું છે કે ભાજપ-શિવસેનાને ગઠબંધનને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બહુમતિ મળી છે. પરંતુ સતા કોની હશે તેનો નિર્ણય દિવાળી પછી જ લેવામાં આવશે.

મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં હાલમાં જ 288 બેઠકોનું પરિણામ આવ્યું છે. જેની સાથે જ સત્તાને લઈને રાજનૈતિક હલચલ શરૂ થઈ ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા આપતા કહ્યું કે સત્તાને લઈને હવે દિવાળી બાદ જ વાત થશે.

આ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે ભાજપ શિવસેનાની મુખ્યમંત્રી પદને વહેંચવાની વાતને નહીં માને, જો 56 બેઠકો જીતનાર શિવસેના અઢી વર્ષ માટે મુખ્યમંત્રીનું પદ માંગે છે તો ભાજપ તેની સાથે કોઈ સમાધાન નહીં કરે.

સામનામાં શુક્રવારે લખવામાં આવેલા સંપાદકીય લેખ અનુસાર હાલ એ વાતનું વિશ્વલેષણ કરવામાં સમય લાગશે કે શિવસેના-ભાજપે 2014ની તુલનામાં ઓછી સીટ કેમ જીતી છે. પરંતુ મહારાષ્ટ્રની જનતાના નિર્ણયથી સાફ જાહેર થઈ રહ્યું છે કે આ માત્ર જનાદેશ, મહાજનાદેશ કે ક્લીન સ્વીપ નથી. રાજ્યની જનતાએ બીજી પાર્ટીઓને તોડવાને અસ્વીકાર કરી દીધો છે. જનતાનો સંદેશ સાફ છે કે અમારા પગ જમીન પર હોવા જોઈએ.

ચૂંટણી પહેલા, રાકાંપાના નેતા ભાજપમાં સામેલ થયા ગયા હતા પરંતુ ચૂંટણીમાં જનતાએ તેને સમજ્યું. આ કારણે એનસીપીએ આ ચૂંટણીમાં સૌથી સારું પ્રદર્શન કર્યું. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં કોઈ નેતા વગરની કોંગ્રેસને પણ 37 બેઠકો મળી.

shiv sena uddhav thackeray national news