અયોધ્યા પહોંચ્યા શિવસેના પ્રમુખ, સાંસદો સાથે કર્યા રામલલાના દર્શન

16 June, 2019 11:53 AM IST  |  અયોધ્યા

અયોધ્યા પહોંચ્યા શિવસેના પ્રમુખ, સાંસદો સાથે કર્યા રામલલાના દર્શન

અયોધ્યા પહોંચ્યા શિવસેના પ્રમુખ, સાંસદો સાથે કર્યા રામલલાના દર્શન

લોકસભા ચૂંટણી 2019માં અપેક્ષિત સફળતા મેળવીને ગદગદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે અયોધ્યા પહોંચ્યા. તેમની સાથે તેમની પાર્ટીના 18 સાંસદોએ પણ અહીં રામલલાના દર્શન કર્યા. પાર્ટીના મુખિયાની સાથે રામલલાના દર્શન કરવા માટે શિવસેનાના 10 સાંસદો પહેલા જ અયોધ્યા પહોંચી ગયા હતા. સાથે આદિત્ય ઠાકરે પણ હાજર હતા.

શિવસેના પ્રમુખની સાથે પત્ની અને દીકરો અયોધ્યા પહોંચ્યા. તેઓ અયોધ્યા પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું.
સાંસદોએ કહ્યું કે તેઓ રામલલાની ધરતી પર આવી ને પોતાને ધન્ય માને છે.


શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે જ્યારે પહેલી વાર ઉદ્ધવ ઠાકરે અયોધ્યા આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે અમારા માટે અયોધ્યા અને રામલલા રાજનીતિનો વિષય નથી. આ આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. અમારો સંબંધ અયોધ્યા છે. રામના નામ પર અમે ક્યારેય વોટ નહીં માંગ્યો પરંતુ ચૂંટણી બાદ શિવસેનાના તમામ વિજયી સાંસદોની સાથે દર્શન કરવા અયોધ્યા આવીશ.

મોદી લહેર માટે રામલલાને આપ્યો ધન્યવાદ
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતનું માનવું છે કે લોકો અયોધ્યામાં રામ મંદિર જોવા માંગે છે. મંદિર બનવાથી દેશમાં સુખ-સમૃદ્ધિનો નવો અધ્યાય લખવામાં આવશે. સાથે તેઓ મોદી લહેર માટે રામલલાનો ધન્યવાદ કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપ સાથે સંબંધો સુધરી રહ્યા છે, અમે તેમની સાથે જ છે.

ayodhya uddhav thackeray aaditya thackeray