શશિ થરૂરે યુકે સરકારના કોવિડ -19 સંબંધિત મુસાફરીના નિયમોની કરી ટીકા, કાર્યક્રમ કર્યા રદ

20 September, 2021 05:59 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કોંગ્રેસના સાંસદ શશિ થરૂર બ્રિટિશ સરકાર દ્વારા લાદવામાં આવેલા COVID-19 ક્વોરન્ટાઈન નિયમોને ટાંકીને યુનાઇટેડ કિંગડમમાં અનેક આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપવાની યોજનાઓ રદ કરી છે.

શશિ થરૂર

કોંગ્રેસના સાંસદ શશિ થરૂર બ્રિટિશ સરકાર દ્વારા લાદવામાં આવેલા COVID-19 ક્વોરન્ટાઈન નિયમોને ટાંકીને યુનાઇટેડ કિંગડમમાં અનેક આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપવાની યોજનાઓ રદ કરી છે. ટ્વિટર પર લખી થરૂરે ફરિયાદ કરી હતી કે સંપૂર્ણ રસીવાળા ભારતીયોને ક્વોરેન્ટાઇન રહેવા માટે કહેવું અપમાનજનક છે.

કોંગ્રેસ સાંસદે કહ્યું કે, `હું મારુ પુસ્તક #TheBattleOfBelonging ની યુકે આવૃત્તિ #TheStruggleForIndiasSoul પર કેમ્બ્રિજ યુનિયનમાં ચર્ચા અને લોન્ચિંગ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યો નથી. સંપૂર્ણ રસીકરણ કરાયેલા ભારતીયોને ક્વોરેન્ટાઇન રહેવા કહેવું એ અયોગ્ય છે. કરવા માટે પૂછવું વાંધાજનક છે. બ્રિટ્સ સમીક્ષા કરી રહ્યા છે. `

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે પણ બ્રિટિશ સરકારના કોવિડ -19 સંબંધિત મુસાફરીના નિયમોની ટીકા કરી હતી. બ્રિટિશ સરકાર સંપૂર્ણ રસીકરણ થયેલા ભારતીયોને વેક્સિનેટેડ પીપલમાં ગણતી નથી. વેક્સિનેટેડ લોકો પણ યુકે જાય તો ત્યાં તેમને ક્વોરન્ટાઈન થવું અને કોરોના ટેસ્ટ કરાવવો અનિવાર્ય છે. યુકેએ કોવિશિલ્ડ રસીને હજી માન્યતા આપી નથી. બ્રિટિસ સરકારના આવા નિયમો પર શશિ થરૂર અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે આપત્તિ જતાવી છે. 

હાલમાં, ભારત, તુર્કી, જોર્ડન, થાઇલેન્ડ, રશિયા જેવા અન્ય દેશોમાં રસી આપવામાં આવતા લોકોને વેક્સિનેટેડ માનવામાં આવતા નથી અને તેમને 10 દિવસ માટે ક્વોરન્ટાઈન રહેવું અને કોરોના ટેસ્ટ કરાવવાં જેવા નિયમોનું પાલન કરવું પડે છે. 

નોંધનીય છે કે, ભારતની સ્વદેશી રસી, ભારત બાયોટેકની કોવેક્સીન પર ટૂંક સમયમાં નિર્ણય લઈ શકાય છે. વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) ઇમ્યુનાઇઝેશન પર સ્ટ્રેટેજિક કન્સલ્ટેટીવ એક્સપર્ટ ગ્રુપ (સેજ) ઓક્ટોબરમાં ભારત બાયોટેકની એન્ટિ-કોરોનાવાયરસ રસી કોવેક્સીનને કટોકટીના ઉપયોગ માટે સૂચિબદ્ધ કરવા માટે તેની ભલામણો આપશે.

shashi tharoor united kingdom coronavirus national news