PM પદ માટે શરદ પવારે જણાવ્યા ત્રણ ઉમેદવાર, રાહુલનું ન લીધું નામ

28 April, 2019 05:34 PM IST  |  નવી દિલ્હી

PM પદ માટે શરદ પવારે જણાવ્યા ત્રણ ઉમેદવાર, રાહુલનું ન લીધું નામ

વડાપ્રધાન પદના ઉમેદવાર પર શરદ પવારનું નિવેદન

રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી(NCP) પ્રમુખ શરદ પવારે લોકસભા ચૂંટણી 2019ના બાદ વડાપ્રધાન પદના ઉમેદવારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો લોકસભા 2019માં NDAને બહુમતિ નહીં મળે તો મમતા બેનર્જી, માયાવતી અને ચંદ્રાબાબૂ નાયડૂમાંથી કોઈ દેશનું વડાપ્રધાન બની શકે છે. પવારના પ્રમાણે, નરેન્દ્ર મોદીની જેમ આ ત્રણેય મુખ્યમંત્રી છે અથવા રહી ચુક્યા છે. એટલા માટે જ તેઓ વડાપ્રધાન પદના સૌથી મોટા દાવેદાર છે. ખાસ વાત એ છે કે એક ટીવી ચેનલની ચર્ચામાં શરદ પવારે આ આખા મામલામાં તેમણે રાહુલ ગાંધીનો ઉલ્લેખ ન કર્યો.

જ્યારે પવારને પુછવામાં આવ્યું કે વડાપ્રધાન પદ માટે તમારી પહેલી ત્રણ પસંદ ક્યાં નેતાઓ છે તો તેમણે આ ત્રણ નામ આપ્યા અને કહ્યું કે આ ત્રણેય નેતાઓને મુખ્યમંત્રીના રૂપમાં રાજ્ય ચલાવવાનો અનુભવ છે. મમતા બેનર્જી પ. બંગાળના મુખ્યમંત્રી છે તો ચંદ્રાબાબૂ નાયડૂ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે. જ્યારે માયાવતી યૂપીના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.

પવારે વડાપ્રધાન પદના ઉમેદવારોની યાદીમાં રાહુલનું નામ ન લીધું. આ માટે તેમની દલીલ છે કે કોંગ્રેસ અધ્યક્ષ પોતાને પહેલા જ વડાપ્રધાન પદની દોડથી અલગ કરી ચુક્યા છે. કેટલીક મીડિયા રિપોર્ટમાં પવારના નિવેદનને એ રીતે રજૂ કરવામાં આવ્યું છે કે તેમના પ્રમાણે, આ ત્રણેય નેતા રાહુલથી વધારે સારા વડાપ્રધાન સાબિત થશે. જો કે પવારે આ વાતનું ખંડન કર્યું છે.

આ પણ વાંચોઃ આતંકીઓ સાથે ઈલૂ-ઈલૂ કરે રાહુલ અને લાલૂ અમે આપીશું તેમને જવાબઃ અમિત શાહ

રાહુલ ગાંધી અનેક વાર કહી ચુક્યા છે કે હાલ તેમનું લક્ષ્ય વડાપ્રધાન પદ નથી, પરંતુ કોંગ્રેસનું માનવું છે કે તેના પર નિર્ણય લોકસભા ચૂંટણીના પરિણામો બાદ લેવામાં આવશે. હાલમાં જ બિહારની એક રેલીમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવું જોઈએ.

sharad pawar mamata banerjee mayawati rahul gandhi Loksabha 2019