રામ મંદિર ટ્રસ્ટમાં ભ્રષ્ટાચારીઓનો કબજો : શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનો આક્ષેપ

17 June, 2021 02:12 PM IST  |  Ayodhya | Agency

શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ ટ્રસ્ટ પર લાગેલા જમીન કૌભાંડના આરોપોએ અત્યારે જોર પકડ્યું છે. હવે આ મામલે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિવેદન આવ્યું છે.

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી

શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ ટ્રસ્ટ પર લાગેલા જમીન કૌભાંડના આરોપોએ અત્યારે જોર પકડ્યું છે. હવે આ મામલે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિવેદન આવ્યું છે. 

તેમણે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને બેજવાબદાર ગણાવીને તેમને હટાવવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ માગ કરી છે. દ્વિપીઠાધીશ્વર જગતગુરુએ નરસિંહપુર જિલ્લાના ઝોતેશ્વરમાં પરમહંસી ગંગા આશ્રમમાં પ્રેસ-કૉન્ફરન્સ કરી. તેમણે અયોધ્યામાં થઈ રહેલા મંદિર નિર્માણમાં રહેલા ટ્રસ્ટના બહાને સંઘ અને બીજેપી પર જોરદાર પ્રહાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના સંસદસભ્ય સંજય સિંહે રામ જન્મભૂમિ નિર્માણ ટ્રસ્ટ પર જમીન કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. શંકરાચાર્યએ કહ્યું કે સરકારે ટ્રસ્ટ બનાવ્યું અને એમાં ભ્રષ્ટાચારીઓને સામેલ કરવામાં આવ્યા. ચંપત રાય કોણ હતા એ પહેલાં કોઈ નહોતું જાણતું, પરંતુ તેમને રામ મંદિર ટ્રસ્ટમાં સર્વેસર્વા બનાવી દેવામાં આવ્યા. તેમણે નામ લીધા વગર કેન્દ્ર સરકાર પર ગૌહત્યા બંધ ન કરાવવાને લઈને નિશાન સાધ્યું હતું.

શંકરાચાર્યએ ચંપત રાય પર નિશાન સાધતાં કહ્યું કે મંદિર નિર્માણ માટે જે રકમ આવી એનાથી મોંઘા ભાવે જમીન ખરીદવામાં આવી રહી છે. આવામાં ચંપત રાય કહી રહ્યા છે કે અમારા પર ગાંધીજીની હત્યાનો આરોપ પણ લાગી ચૂક્યો છે. અમે આરોપોની ચિંતા નથી કરતા તો આવા બેજવાબદાર લોકો કઈ રીતે ટ્રસ્ટી પદ પર બેઠા છે? આમને તાત્કાલિક ટ્રસ્ટી પદેથી હટાવી દેવા જોઈએ.

national news ayodhya ram mandir