"રાહુલ ગાંધી હવે હિન્દુ ધર્મનો ભાગ નથી": શંકરાચાર્યએ કૉંગ્રેસ નેતાની ટીકા કરી

05 May, 2025 07:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

તેઓએ તેમને જાહેરમાં હિન્દુ ધર્મમાંથી બહિષ્કૃત કરવાની જાહેરાત કરી છે. બદ્રીનાથના શંકરાચાર્ય આશ્રમમાં પત્રકારો સાથે વાત કરતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે મનુસ્મૃતિ અંગે સંસદમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનથી લોકોમાં ગુસ્સો છે.

રાહુલ ગાંધી અને અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ભારતમાં ચાલતા અનેક રાજકીય મુદ્દાઓ પર પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમના મત અને કોઈ મુદ્દે આપેલા નિવેદનને લઈને લોકો બે જૂથમાં વિભાજિત થઈ જાય છે. તાજેતરમાં પણ તેમણે વિરોધી પક્ષ અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે, જેને લઈને હવે રાજકીય તણાવ વધ્યો છે.

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. શંકરાચાર્યએ કહ્યું છે કે રાહુલ ગાંધી હવે હિન્દુ ધર્મનો ભાગ નથી. તેઓએ તેમને જાહેરમાં હિન્દુ ધર્મમાંથી બહિષ્કૃત કરવાની જાહેરાત કરી છે. બદ્રીનાથના શંકરાચાર્ય આશ્રમમાં પત્રકારો સાથે વાત કરતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે મનુસ્મૃતિ અંગે સંસદમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનથી સનાતન ધર્મના તમામ અનુયાયીઓ દુઃખી છે. શંકરાચાર્યએ કહ્યું કે રાહુલ ગાંધી સંસદમાં કહે છે કે બળાત્કારીને બચાવવાનું સૂત્ર બંધારણમાં નહીં પણ તમારા પુસ્તક એટલે કે મનુસ્મૃતિમાં લખાયેલું છે.

રાહુલને નોટિસ મોકલવામાં આવી હતી

શંકરાચાર્યએ કહ્યું કે રાહુલ ગાંધીને ત્રણ મહિના પહેલા એક નોટિસ મોકલવામાં આવી હતી જેમાં તેમને સ્પષ્ટતા કરવાનું કહેવામાં આવ્યું હતું કે તેમણે જે કહ્યું હતું તે મનુસ્મૃતિમાં ક્યાં લખ્યું છે? પરંતુ આટલા સમય પછી પણ રાહુલ ગાંધીએ કોઈ જવાબ આપ્યો નહીં કે માફી માગી પણ માગી નથી. શંકરાચાર્યએ કહ્યું, "જ્યારે કોઈ વ્યક્તિ સતત હિન્દુ શાસ્ત્રોનું અપમાન કરે છે અને સમજૂતી આપવાનું ટાળે છે, ત્યારે તેને હિન્દુ ધર્મમાં સ્થાન આપી શકાતું નથી." તેમણે સ્પષ્ટતા કરી કે હવે રાહુલ ગાંધીનો મંદિરોમાં વિરોધ થવો જોઈએ અને પુજારીઓને અપીલ કરી કે તેઓ ત્યાં પૂજા ન કરે કારણ કે તેઓ હવે પોતાને હિન્દુ કહેવાનો હક ગુમાવી ચૂક્યા છે.

શંકરાચાર્યના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. રાહુલ ગાંધી અગાઉ પણ તેમના નિવેદનોને કારણે વિવાદોમાં રહી ચૂક્યા છે, પરંતુ આ પહેલી વાર છે જ્યારે તેમને કોઈ ધાર્મિક સંગઠન દ્વારા જાહેર બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો છે.

રાહુલ ગાંધીનો વીર સાવરકર વિવાદ

સ્વતંત્રતાસેનાની વીર સાવરકરના ભાઈ નારાયણના પૌત્ર સાત્યકી અશોક સાવરકરે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર બદનક્ષીનો દાવો કરતી અરજી પુણેની કોર્ટમાં કરી છે. કોર્ટે રાહુલ ગાંધીને ૯ મેએ હાજર રહેવાના સમન્સ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પુણે કોર્ટે અગાઉ પણ રાહુલ ગાંધીને હાજર રહેવાના સમન્સ મોકલ્યા હતા ત્યારે રાહુલ ગાંધી એકાદ વખત હાજર રહ્યા હતા. માર્ચ ૨૦૨૩માં રાહુલ ગાંધી લંડનની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે ભાષણમાં વીર સાવરકર વિશે કહ્યું હતું કે ‘એક પુસ્તકમાં લખ્યું છે કે સાવરકર અને તેમના પાંચથી છ મિત્રોએ એક સમયે એક વિશેષ સમુદાયની મારપીટ કરી હતી. આ મારપીટથી સાવરકરને આનંદ થયો હતો.’

rahul gandhi hinduism jihad congress indian politics political news