શરમજનક ક્રુરતાઃ ગર્ભવતી હાથણીને ખવડાવ્યું ફટાકડાવાળું અનાનસ

03 June, 2020 06:30 PM IST  |  Kerala | Gujarati Mid-day Online Correspondent

શરમજનક ક્રુરતાઃ ગર્ભવતી હાથણીને ખવડાવ્યું ફટાકડાવાળું અનાનસ

ગર્ભવતી હાથણીને ખવડાવ્યું ફટાકડાવાળું અનાનસ

કોઈ પણ શરમજનક કૃત્ય કરવા માટે અમે ઘણી વાર તેની પ્રાણી સાથે તુલના કરીએ છીએ. પરંતુ કેરળમાં માણસોએ પ્રાણી સાથે જે કર્યું, તે સાંભળીને હવે લોકોમાં માણસાઈ જેવી વસ્તુ રહી જ નથી. આવી માનવની કપટની વાર્તા સાંભળીને તમારું લોહી ઉકળી જશે. કેરળના મલપ્પુરમ જિલ્લાથી બહુ જ દર્દનાક અને આશ્ચર્યચકિત ઘટના સામે આવી છે. અહીંયા કેટલાક લોકોએ મળીને એક ગર્ભવતી હાથણીને વિસ્ફોટક ભરેલું અનાનસ ખવડાવી દીધું, જેનાથી એની એવી સ્થિતિ થઈ ગઈ કે તે મરવા માટે નદીમાં જતી રહી. આ મામલો ગુરૂવારનો છે. જેનાથી ખરાબ રીતે ઘાયલ હાથણીની ગયા શનિવારે મોત થઈ ગઈ.

જાનવર બહુ જલદી માણસ પર ભરોસો કરી લે છે. પરંતુ એવામાં માણસ એની સાથે શું કરે છે. આ ઘટનાએ જાનવરોની સુરક્ષા પર પણ પ્રશ્નચિન્હ લગાવી દીધો છે.

હકીકતમાં આ હાથણી ખાવાનું શોધવા નીકળી હતી. ભટકતા 25 મેએ જંગલ પાસે એક ગામમાં આવી ગઈ હતી. ગર્ભવતી રહેવાના કારણે એને પોતાના બાળક માટે ખાવાની જરૂર હતી. તે જ સમયે કેટલાક લોકોએ એને અનાનસ ખવડાવી દીધું. ખાતા જ એના મોંઢામાં વિસ્ફોટ થયો, જેનાથી એનું જબડું ફાટી ગયું અને એના દાંત પણ તૂટી ગયા. દર્દથી તડપી રહેલી હાથણીને જ્યારે કઈ સમજણ નહીં પડી, તો તે વેલિયાર નદીમાં જઈને ઉભી રહી ગઈ. પોતાની પીડાને ઓછી કરવા માટે તે પાણી પીતી રહી.

હાથણીની પીડા એટલી હતી કે તે ત્રણ દિવસ સુધી નદીમાં સૂંઢ નાખીને ઉભી રહી. આખરે તે જિંદગીની જંગ હારી ગઈ અને એની મૃત્યુ થઈ ગઈ. વન વિભાગ અધિકારીઓના અનુસાર એની ઉંમર 14-15 વર્ષની હતી. અધિકારીઓએ જણાવ્યું કે સમય પર એની મદદ નહીં થઈ શકી. હાથણીની જાણકારી મળ્યા બાદ વન વિભાગના કર્મચારી એને રેસ્કયૂ કરવા પહોંચી. પરંતુ તે પાણીથી બહાર નહીં આવી અને શનિવારે એની મોત થઈ ગઈ.

kerala national news Crime News