બિહારમાં માનવતા શર્મસાર

14 January, 2021 04:07 PM IST  |  Patna | Agencies

બિહારમાં માનવતા શર્મસાર

પ્રતીકાત્મક તસવીર

બિહારના મધુબની જિલ્લામાં મંગળવારે એક દિવ્યાંગ (મૂક-બધીર) બાળકી સાથે ગૅન્ગરેપની ઘટના બની છે. ગૅન્ગરેપથી ન અટકતાં આરોપીઓ દ્વારા તેની બન્ને આંખો પણ ફોડી નાખવામાં આવી છે. આ ઘટના બાદ બિહારના વિપક્ષી દળો અને નેતાઓ સત્તાપક્ષ અને મુખ્ય પ્રધાન નીતિશ કુમાર તેમ જ એનડીએને નિશાન બનાવી રહ્યા છે.
આરજેડીના તેજસ્વી યાદવે ટ્વીટમાં કહ્યું કે મધુબની જિલ્લામાં ગરીબ દિવ્યાંગ બાળકી સાથે બળાત્કાર થયો અને તેની બન્ને આંખો પણ ફોડી નાખવામાં આવી. બિહારમાં સતત ગરીબ-નાની બાળકીઓ સાથે બળાત્કારના સમાચાર આવી રહ્યા છે, પરંતુ ગરીબ હોવાનું જાણીને સરકાર કે પોલીસ કોઈ હલતું નથી.
તો આરજેડીએ પણ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે સી ગ્રેડ પાર્ટીના મુખ્ય પ્રધાનજી, ક્યાં સુધી સત્તાનું રક્ષણ મેળવનારા રાક્ષસો સગીર વયની બાળકીઓની ઇજ્જત લૂંટતા રહેશે અને બિહારને શર્મસાર કરતા રહેશે?

national news patna Crime News bihar