આંધ્ર પ્રદેશ: કોવિડ સેન્ટરમાં લાગી ભીષણ આગ, 7ની મોત અને 10 ઈજાગ્રસ્ત

09 August, 2020 11:50 AM IST  |  Vijayawada | Gujarati Mid-day Online Correspondent

આંધ્ર પ્રદેશ: કોવિડ સેન્ટરમાં લાગી ભીષણ આગ, 7ની મોત અને 10 ઈજાગ્રસ્ત

આંધ્ર પ્રદેશ કોવિડ સેન્ટરમાં લાગી ભીષણ આગ

હાલ જ્યા જુઓ ત્યાં આગની દુર્ઘટનાના ઘણા સમાચાર આવી રહ્યા છે. હાલ આંધ્ર પ્રદેશના વિજયવાડા વિસ્તારની એક હોટેલમાં આગ લાગવાથી 7 કોરોના દર્દીનું મોત થઈ ગયું છે અને લગભગ 10 લોકો ઘાયલ થયા છે. હોટેલને કોવિડ સેન્ટર બનાવવમાં આવ્યું હતું. એમાં કુલ 30 દર્દીઓ દાખલ થયા હતા. સાથે ફાયર બ્રિગેડના અનેક વાહનો આગ પર કાબુ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આગની આ ઘટના હોટેલ સ્વર્ણ પૅલેસમાં થઈ છે જેને કોવિડ સેન્ટરના રૂપમાં ફેરવાઈ ગઈ હતી, હોટેલમાં આગ ફાટી નીકળ્યા બાદ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, ઘટનાસ્થળે રાહતની કામગીરી ચાલી રહી છે, કેટલાક લોકો અંદર ફસાયેલા હોવાની આશંકા છે. લગભગ 15 લોકોને અંદરથી બહાર કાઢવામાં આવ્યા છે.

તેમ જ મરનારની સંખ્યામાં વધારો થઈ શકે છે. આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આગ શૉર્ટ સર્કિટના કારણે લાગી છે. જોકે તે હજી સ્પષ્ટ નથી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને ઈજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

andhra pradesh national news coronavirus covid19 vijayawada