૬ રાજ્યોની ૭ વિધાનસભા બેઠકો માટે ત્રીજી નવેમ્બરે થશે મતદાન

04 October, 2022 08:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મતગણતરી ૬ નવેમ્બરે કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

ઇલેક્શન કમિશને ગઈ કાલે નવેમ્બરમાં યોજાનારી ૬ રાજ્યોમાં ખાલી પડેલી ૭ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી. કમિશને જણાવ્યા મુજબ ચૂંટણી ૩ નવેમ્બરે યોજાશે અને મતગણતરી ૬ નવેમ્બરે કરવામાં આવશે.

૬ રાજ્યોની મહારાષ્ટ્રમાં અંધેરી-ઈસ્ટમાં, બિહારમાં મોકામા અને ગોપાલગંજ, હરિયાણામાં આદમપુર, તેલંગણમાં મુનોગોડે, ઉત્તર પ્રદેશમાં ગોલા ગોકરાનાથ અને ઓડિશામાં ધામનગર એમ ૭ સીટ પર પેટા ચૂંટણી યોજાશે.

પેટા ચૂંટણી માટેનું નોટિફિકેશન શુક્રવારે ઇશ્યુ કરાશે તથા ઉમેદવારીપત્રક ભરવાની આખરી તારીખ ૧૪ ઑક્ટોબર હશે. ઉમેદવારીપત્રકની છણાવટ ૧૫ ઑક્ટોબરે કરાશે તથા ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ ૧૭ ઑક્ટોબર ઠરાવાઈ હોવાનું ચૂંટણીની પૅનલે જણાવ્યું હતું. પેટા ચૂંટણી માટે ૨૦૨૨ની ૧ જાન્યુઆરીની મતદાર યાદીનો ઉપયોગ કરવામાં આવશે.

ઇલેક્શન કમિશને કહ્યું હતું કે ‘પર્યાપ્ત પ્રમાણમાં ઈવીએમ અને વીવીપીએટી મશીન્સ ઉપલબ્ધ કરાયાં છે અને આ મશીનોની મદદથી સરળતાથી ચૂંટણી કરાય એવાં પગલાં લેવામાં આવ્યાં છે. 

national news assembly elections