વેક્સિન સામે ફરિયાદ કરનાર પર સીરમ ઇન્સ્ટિટ્યૂટ કરશે 100 કરોડનો દાવો?

30 November, 2020 04:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વેક્સિન સામે ફરિયાદ કરનાર પર સીરમ ઇન્સ્ટિટ્યૂટ કરશે 100 કરોડનો દાવો?

પ્રતીકાત્મક તસવીર

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ (Serum Institute of India) કોવિડશીલ્ડ કોરોના વાઇરસ વેક્સિનના (Covishield coronavirus vaccine)ના પરિક્ષણમાં ભાગ લેનાર સામે 100 કરોડનો માનહાનિનો દાવો કરવાની વાત કરી તેના બદઇરાદા ખોટી ભાવના ધરાવે છે તથા ખોટા છે તેમ કહી તેના આરોપોને નકાર્યા છે. આ વ્યક્તિએ આ પહેલાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પર પાંચ કરોડના દાવો ફટકાર્યો અને કહ્યું કે વેક્સિન ટ્રાયલમાં ભાગ લીધા પછી તેને વર્ચ્યુઅલ ન્યૂરોલૉજિકલ બ્રેકાડઉન થયું હતું. આ અંગે સીરમ ઇન્સ્ટિટ્યૂટે મીડિયાને જણાવ્યું હતું કે ઇન્સ્ટિટ્યૂટ સ્વયંસ્વેકની સારવારની સ્થિતિ પ્રત્યે પુરી સહાનુભૂતિ ધરાવે છે પરંતુ તેની તબિયતને વેક્સિના ટ્રાયલ સાથે કંઇ લેવાદેવા નથી અને તે વ્યક્તિ જો વેક્સિનનો વાંક કાઢતી હોય તો તે તદ્દન ખોટી છે. 

કોવિડશીલ્ડના પરિક્ષણમાં ભાગ લેનાર ચેન્નઇની આ 40 વર્ષિય વ્યક્તિએ તેને જ્ઞાનેદ્રી સંબંધી સમસ્યાઓ અને ન્યૂરોલૉજિકલ સમસ્યાઓ વેક્સિનના ટ્રાયલ પછી થઇ એવું કહ્યું અને પછી આ ચૂક માટે ઇન્સ્ટિટ્યૂટ પર 5 કરોડના દાવો માંડ્યો વળી તેણે પરિક્ષણ અટકાવવાની પણ માંગ કરી છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટના મતે તેઓ આ વ્યક્તિના તદ્દન ખોટા દાવા સામે લડત આપશે, પોતાનો બચાવ કરશે અને 100 કરડોનો માનહાનિ દાવો પણ કરી શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ ઑક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્માસ્યૂટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા સાથે મળીને Covid-19ની રસી બનાવવાનો નિર્ણય કર્યો છે અને તે અંતર્ગત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા ભારતમાં પણ વેક્સિનની ટ્રાયલ્સ કરે છે. 

coronavirus chennai international news