આવતી કાલે દેશના તમામ જિલ્લાઓમાં કોરોનાની રસીની બીજી ડ્રાય રન

07 January, 2021 03:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આવતી કાલે દેશના તમામ જિલ્લાઓમાં કોરોનાની રસીની બીજી ડ્રાય રન

નવી દિલ્હીની કસ્તુરબા હૉસ્પિટલમાં ડ્રાય-રનની તૈયારી કરતા ડૉક્ટર (તસવીર: પી.ટી.આઇ.)

કોરોનાની રસીની બીજી ડ્રાય રન ૮ જાન્યુઆરીએ સમગ્ર દેશના તમામ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે. રસીકરણ માટે પહેલી ડ્રાય રન ૨૮ અને ૨૯ ડિસેમ્બરે દેશનાં ૪ રાજ્યોમાં કેટલીક જગ્યાઓએ કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજી જાન્યુઆરીએ દેશભરમાં પહેલી ડ્રાય રન તમામ રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં કરવામાં આવી હતી. હવે ૮ જાન્યુઆરીએ હાથ ધરાનારી ડ્રાય રન દેશનાં તમામ રાજ્યોના બધા જિલ્લાઓમાં હાથ ધરાશે.

દેશમાં કોરોનાની રસીનો કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધન અને તમામ રાજ્યોના સ્વાસ્થ્યપ્રધાનો વચ્ચે ગુરુવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે મહત્ત્વની બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ઇમર્જન્સીની સ્થિતિમાં બે રસીના ઉપયોગને મંજૂરી મળી ચૂકી છે. હવે ગણતરીના દિવસોમાં આ રસી લોકોને મૂકવાની કામગીરી શરૂ થઈ જશે. સરકારે સ્પષ્ટતા કરી છે કે પ્રથમ ચરણમાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસી મૂકવામાં આવશે.

national news coronavirus covid19