હિમાચલમાં સફેદ ચાદર પથરાતાં બ્લૅકઆઉટ અને રસ્તા થયા બંધ

10 January, 2022 10:56 AM IST  |  Shimla | Gujarati Mid-day Correspondent

શિમલામાં માઇનસ ૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું

હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષાના કારણે ૪3૪થી વધુ રસ્તાઓ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે ત્યારે શિમલામાં ગઈ કાલે બરફવર્ષા દરમ્યાન પ્રવાસીઓ અને સ્થાનિક લોકો. બરફવર્ષાના કારણે પ્રવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

હિમાચલ પ્રદેશમાં ગઈ કાલે સમાન્યથી ભારે બરફવર્ષા ચાલુ રહેતાં લગભગ ૪૩૪થી વધુ રસ્તાઓ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. વીજળી ટ્રાન્સફોર્મર ઠપ થઈ જવાના કારણે અનેક જગ્યાએ બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ હતી. કિન્નૌર અને શિમલા જિલ્લાનાં નગરો જેમ કે નારકંડા, જુબ્બલ, ખારાપથર, રોહરુ અને ચોપાલના રસ્તાઓ ભારે બરફના ઢગલાથી અન્ય શહેરોથી કપાઈ ગયાં છે.  ટૂરિસ્ટ રિસૉર્ટ કુફરીમાં રાજ્યમાં સૌથી વધુ પંચાવન સેન્ટિમીટર હિમવર્ષા નોંધાઈ હતી, જ્યારે કે ડેલહાઉસીમાં ૩૦ સેમી, કલ્પામાં ૨૧.૬ સેમી, શિમલામાં ૧૫ સેમી અને મનાલીમાં બે સેમી હિમવર્ષા નોંધાઈ હતી. શિમલામાં માઇનસ ૦.૨ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું. કુલ્લુ, ચંબા, સિરમૌર, શિમલા, મંડી, કિન્નૌર અને લાહૌલ-સ્પીતિ જિલ્લાના ઊંચા વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે હિમવર્ષા થઈ છે.

national news shimla himachal pradesh